અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના તુતિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સંરક્ષણ પીઆરઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યાં આ દુર્ઘટના થઈ છે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. આવી સ્થિતિમાં બચાવ કાર્ય હાથ ધરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જો કે રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.