ભાવનગરના શિવાજી સર્કલથી સુભાષનગર તરફ જવાના રોડ ઉપર મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમી, રમાડતા શખ્સને એલ.સી.બી.ટીમે ઝડપી લઈ રૂ.૧૬,૨૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
એલ.સી.બી.સ્ટાફે મળેલી બાતમીના આધારે શહેરના શિવાજી સર્કલથી સુભાષનગર તરફ જતા રોડ પર આવેલ વિજયરાજ પાન કોર્નર નામની દુકાન પાસે જાહેરમાં મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી એપ્લિકેશનમાં આવતા સેશન અને હરજીતના ભાવ તેના ગ્રાહકોને ફોનમાં લખવી હાલમાં ચાલતી ટી-૨૦ વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા-આયર્લેન્ડ વચ્ચેની મેચ ઉપર સોદા કરી સટ્ટો રમતા,રમાડતા અલ્તાફ ઉર્ફે ખાનભાઈ અબુભાઈ ગનીયાણી રહે.દાંતીયાવાળી શેરી,ગજ્જરનો ચોકવાળાને ઝડપી લઈ બે મોબાઈલ, વલણ ચૂકવવાના રૂ.૧૦,૭૫૦ રોકડા મળી કુલ.રૂ.૧૬,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલ.સી.બી.એ ઝડપાયેલ અલ્તાફ ઉપરાંત સોદા લખવનાર ગ્રાહકો રિઝવાન સરવૈયા અને ઉમેશ ધીરુભાઈ સરવૈયા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.