Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવા,ગઢડા અને બોટાદ બેઠકમાં ટિકિટ ફાળવણીને લઈ ભાજપમાં ભડકો, સંગઠનનું અકળ મૌન

આત્મરામ પરમાર અને સુરેશ ગોધાણીને ટિકિટની માંગ સાથે 500 થી વધુ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા,  ભાજપ કાર્યાલયે સૂત્રોચ્ચાર કર્યા

aaspassdaily by aaspassdaily
2022-11-12 10:55:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગર જિલ્લાની મહુવા તથા  ગઢડા અને બોટાદ વિધાનસભાની બેઠકો ઉપર ભાજપે સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ  મોટા પ્રમાણમાં નારાજગી વ્યક્ત કરી ત્રણેય બેઠક પર ઉમેદવાર બદલવાની માંગણી સાથે  વધુ કાર્યકરો રાજીનામા ધરી રહ્યા છે અને ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે જેમાં મહુવા બેઠકમાં આર સી.મકવાણા, ગઢડામાં આત્મરામ પરમાર અને બોટાદના સુરેશ ગોધાણીની માંગ થઈ રહ્યાનું જાણવા મળ્યું છે.
આ ટિકિટ ફાળવણી દરમિયાન બોટાદ બેઠક ઉપર વર્તમાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તથા ગઢડા બેઠક માટે તદ્દન અજાણ્યા ઉમેદવાર શંભુનાથ ટુંડિયા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગઢડા શહેર તાલુકા અને બોટાદ શહેર જિલ્લાના કાર્યકરો અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી ટિકિટ ફાળવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ વનાળિયાને લેખિતમાં એક પત્ર પાઠવી પાંચસો જેટલા નારાજ કાર્યકરોની સહી કરી રાજીનામા ધરી દીધા હતા.
બોટાદ અને ગઢડા બેઠક ઉપર ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ કાર્યકરોએ નહીં સૂચવેલા અને દાવેદારી નહીં નોંધાવેલા લોકોને ઉમેદવાર તરીકે જાહેર કરી કાર્યકરોની લાગણીને મજાક બનાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. બોટાદ બેઠક ઉપર સિનિયોરીટી મુજબ લાયકાત ધરાવતા જિલ્લા ભાજપના આગેવાન સુરેશભાઈ ગોધાણીને ભાજપ તરફથી ઉમેદવાર બનાવવા અને ગઢડા બેઠક ઉપર આત્મારામ પરમારને જાહેર કરવા બંને બેઠક ઉપર નામ ફેરફાર કરવા હલ્લાબોલ કર્યો હતો. બીજી તરફ જાહેર થયેલા ઉમેદવારોના ટેકેદારોએ પણ બપોર પછી શક્તિપ્રદર્શન કરી જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપમાં મોટા પ્રમાણમાં નારાજગીનું વાતાવરણ ઉભુ થતા પ્રતિસ્પર્ધીઓ કરતા ભાજપને પોતાનાથી આંતરિક નુકશાન વધારે થાય અને કાયમ ભાજપ માટે અકબંધ રહેલી બેઠકો જોખમી પૂરવાર થાય તેવું વાતાવરણ ઉભું થયું છે.
Tags: bjp roshBotadgadhadamahuva
Previous Post

અટારી બોર્ડર પર 2000 વર્ષ જૂની બુદ્ધ પ્રતિમા જપ્ત કરાઇ

Next Post

ટ્વિટરએ પરત ખેંચ્યો 8 ડૉલર સબ્સ્ક્રિપ્શનનો નિર્ણય !

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ટ્વિટરએ પરત ખેંચ્યો 8 ડૉલર સબ્સ્ક્રિપ્શનનો નિર્ણય !

ટ્વિટરએ પરત ખેંચ્યો 8 ડૉલર સબ્સ્ક્રિપ્શનનો નિર્ણય !

ગુજરાત ATSએ દિલ્હીમાંથી અફઘાન નાગરિકને 8 કરોડ ડ્રગ્સ સાથે ઝડપ્યો

ગુજરાતમાં ATS-GSTએ 140 સ્થળોએ દરોડા પાડી 90થી વધુ લોકોને દબોચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.