પાલીતાણા ખાતે પ્રસિદ્ધ અને પૌરાણિક કાળભૈરવ મંદિર ખાતે કાળભૈરવ જન્મ જયંતિને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી.

પાલીતાણાના મેઈન બજારમાં ભૈરવનાથ ચોક ખાતે વિરાજમાન કાળભૈરવ મંદિર ખાતે કાળભૈરવ જન્મ જયંતિને લઈને વિવિધ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંજના મહાઆરતી બાદ કાળભૈરવ દાદાના જન્મ જયંતિ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને રાત્રિના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલ દ્વારા આહુતિ આપવામાં આવી હતી, સાથે જ પાલીતાણાના તમામ ડોક્ટરો દ્વારા કાળભૈરવ દાદાને આહુતિઓ આપવામાં આવી હતી. કાળભૈરવ મંદિર ખાતે સાંજની મહાઆરતી બાદ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.