ભાવનગરના સીદસર રોડ પર ગત રાત્રીના સમયે કાર અડફેટે અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જ્યારે કાર પણ અકસ્માત સ્થળથી થોડે દૂર પલ્ટી ખાઈ ગઈ હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના સીદસર રોડ, હિલપાર્ક સોસાયટી નજીક ગત રાત્રીના સમયે કાર અડફેટે અજાણ્યા રાહદારીનું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું,જ્યારે કાર પણ અકસ્માત સ્થળથી થોડે દૂર પલ્ટી ખાઈ ગઈ હતી.


આ બનાવના પગલે સ્થાનિક લોકો તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા આધેડના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તેની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.