શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ) દ્વારા પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને યોજવામાં આવેલી રામકથાના ચોથા દિવસે આજે પૂ. મોરારીબાપુએ કથા શ્રવણ કરાવ્યું હતું અને શાસ્ત્રો આપણને વશ ન થાય આપણે તેને વશ થવું પડે.તેમ જણાવી વિવિધ દ્રષ્ટાંતો સાથે કથાનુ રસપાન કરાવ્યું હતું.
નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે તારીખ ૩ થી ૧૧ સેમ્બર સુધી પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ શહેરના શ્રેષ્ઠિઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય અગ્રણીઓ અને નગરજનો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે આજે સવારે કથા પ્રારંભ બાદ મોરારીબાપુએ શાસ્ત્રો તેમજ ગુરુ શિષ્ય અંગે વિવિધ દ્રષ્ટાંતો સાથે કથાનું રસપાન કરાવ્યું હતું જેમાં તેમણે સાસુ – વહુ ને ગુરુ શિષ્ય બનવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ગુરુ વિશે જણાવતા કહેલ કે સદગુરુ કેવટ સ્વરૂપ છે તે ભવસાગર પાર કરાવી શકે છે. તેના પર શ્રદ્ધા રાખવી જરૂરી છે. રામકથાનુ શ્રવણ કરવા દરરોજ હજારો ભાવિકો ઉપસ્થિત રહીને કથાનો લાભ લઈ રહ્યા છે.