મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને એમ.જે.કોલેજ ઑફ કોમર્સ- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ભરતીમેળો યોજાશે.
આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧૫ એકમ (કંપની)માં મશીન ઓપરેટર, માર્કેટિંગ ઍક્સિકયુટીવ, સેલ્સ એક્સિયુટીવ, ઍડવાઇઝર, ટર્નર, ફીટર, મશીનિસ્ટ સ્ટોરકીપર, વેલ્ડર, ઓફિસ એક્સિક્યુટિવ, એકાઉટન્ટ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ- ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૫/૧૨/૨૦૨૨ (રવિવાર), સમયઃ સવારે ૧૦.૩૦ કલાકે, એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનિશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયુ છે .