અમિરકામાં ભારે હિમવર્ષા જોવા મળે છે.અમેરિકામાં ભારે હિમવર્ષમાના લીધે ભારે તારાજીના સમાચાર સામે આવી રહ્યા છે. સતત હિમવર્ષાથી અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે અને મોતનો આંક હજુપણ વધી શકે છે.અમેરિકામાં હિમવર્ષા ભારે તબાહી મચાવી રહ્યું છે. અમેરિકામાં બરફવર્ષાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. બરફવર્ષાથી મૃત્યુઆંક વધીને 50 થયો છે. આ સિવાય આ હિમપ્રાતથી અનેક લોકો પ્રભાવિત થયા છે. .એપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પશ્ચિમ ન્યૂયોર્કના બફેલો વિસ્તારમાં હિમવર્ષાથીમૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે.
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, એરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ માર્ક પોલોનકાર્ઝે જણાવ્યું હતું કે આ હિમપ્રાતના લીધે ઓછા 25 લોકો માર્યા ગયા હતા. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિએ મૃતકોના નિધન પર શોક વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આવેલા બરફના તોફાનથી આખા દેશને સીધી અસર થઇ છે. આ હિમપ્રાતના કારણે ઘણા લોકોના મોત થયા છે અને હવામાન સંબંધિત માર્ગ અકસ્માતોનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ અમેરિકામાં ક્રિસમસ વીક દરમિયાન આવેલા તોફાનના કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. વાવાઝોડાને કારણે ફ્લાઈટ, ટ્રેન અને રોડવેઝને અસર થઈ છે.હાલ પ્રશાસન યુદ્વના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે. અને ટ્રાફિક સમસ્યાને બહાલ કરવા માટે જેહમત કરી રહી છે. રાષ્ટ્રપતિ બિડેને આ હિમપ્રાતના લીધે જે લોકો અવસાન પામ્યા છે તેમને સહાયની કરવાની પણ અપીલ કરી છે. આ હિમવર્ષા માટે તંત્ર સજ્જ થઇ ગયું છે.
જાપાનમાં હિમવર્ષાના લીધે 17ના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના
જાપાનનામોટા ભાગોમાં ભારે હિમવર્ષાના કારણે 17 લોકોના મોત થયા છે અને 90 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત સેંકડો ઘરોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર જાપાનના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે જાપાનના ઉત્તરીય પ્રદેશોમાં હાઈવે પર સેંકડો વાહનો અટવાઈ પડ્યા હતા. એટલું જ નહીં, હિમવર્ષાને કારણે શનિવાર સુધી 11 લોકોના મોત થયા હતા. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, ક્રિસમસ સપ્તાહમાં ભારે હિમવર્ષાના કારણે મૃત્યુઆંક સોમવાર સવાર સુધીમાં વધીને 17 થઈ ગયો છે અને ઘાયલોની સંખ્યા 93 થઈ ગઈ છે.
હિમવર્ષા પ્રભાવિત વિસ્તારો અંગે મ્યુનિસિપલ કચેરીઓએ સ્થાનિક રહેવાસીઓને બરફ દૂર કરવાની પ્રવૃત્તિ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરી છે. ઉપરાંત, તેમણે લોકોને એકલા કામ ન કરવા વિનંતી કરી છે. આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે, ટોક્યોથી લગભગ 300 કિમી ઉત્તરે યામાગાતા પ્રીફેક્ચરમાં નાગાઈ શહેરમાં તેની છત પર બરફના જાડા ઢગલા હેઠળ દટાઈ જવાથી એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.