Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પોલીસ નોકરીઓમાં 1667 બેઠકો માટે 32000 ઉમેદવારો

aaspassdaily by aaspassdaily
2023-01-02 11:03:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં મોંઘવારી તેના ચરમ પર છે. લોકોને ખાવાના ફાંફા પડી રહ્યાં છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના લોકો માટે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે જેના કારણે પાકિસ્તાનમાં લાખો શિક્ષિત યુવાનો નોકરી માટે ઘરે-ઘરે ધક્કા ખાઈ રહ્યા છે તેનો ચિતાર તાજેતરમાં જ સામે આવેલી એક તસવીર પણ આપી જાય છે.
માત્ર ગણતરીની સરકારી પદ માટેની ભરતીમાં લાખો યુવાનો ઉમટી પડે છે અને તે પણ જમીન પર બેસીને પરીક્ષા આપવા મજબુત બન્યા છે. સ્થિતિ એવી છે કે લાખો લોકો અમુક નોકરીની જગ્યાઓ માટે એકઠા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ પોલીસમાં 1667 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી જેના માટે લાખો લોકો ઇસ્લામાબાદના સ્ટેડિયમ પહોંચ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ તસવીર ઈસ્લામાબાદ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની છે. અહીં પોલીસ નોકરીઓમાં 1667 બેઠકો માટે 32000 ઉમેદવારોએ ભાગ લીધો હતો અને પરીક્ષા આપી હતી. ઈસ્લામાબાદ પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી હતી. પરીક્ષાના તમામ તબક્કા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને પરીક્ષા આપી હતી. સામાન્ય રીતે પરીક્ષા શાળા કોલેજોના રૂમમાં બેઠક વ્યવસ્થા ગોઠવીને લેવામાં આવતી હોય છે.
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સદ્વારા 2022માં બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દેશના 31 ટકાથી વધુ યુવાનો હાલમાં બેરોજગાર છે. આ 31 ટકામાંથી 51 ટકા મહિલાઓ છે જ્યારે 16 ટકા પુરૂષો છે, જેમાંથી ઘણા ડિગ્રી ધારક છે. પાકિસ્તાનની લગભગ 60 ટકા વસ્તી 30 વર્ષથી ઓછી વયની છે. જ્યારે વર્તમાન બેરોજગારી દર 6.9 ટકા છે.

વિનાશના આરે ઉભુ પાકિસ્તાન હવે આતંકને લઈને ચિંતિત
આતંકવાદના કારણે તબાહીના આરે ઉભેલા પાકિસ્તાન માટે પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક છે. પાકિસ્તાનના નવા આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે પણ કહ્યું છે કે પાકિસ્તાનમાં સ્થિતિ સારી નથી. દેશ તેના સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને અર્થતંત્ર, આતંકવાદ જેવા પડકારોનો સામનો કરવા માટે આપણે બધા સાથે સર્વસંમતિ બનાવવાની જરૂર છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનના ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ તમામ આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરીને દેશમાંથી આતંકવાદના જોખમને ખતમ કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આતંકવાદને કચડી નાખવાની વાત કરી હતી.

Tags: 30000+ candidate for police recruitmentpakistan
Previous Post

રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ: પંડિતોના ત્રણ ઘરને બનાવ્યા નિશાન-4ના મોત, 7 ઘાયલ

Next Post

હેકર્સનું નવું હથિયાર : બ્લૂબગિંગ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
હેકર્સનું નવું હથિયાર : બ્લૂબગિંગ

હેકર્સનું નવું હથિયાર : બ્લૂબગિંગ

વર્લ્ડ કપમાં 20 ખેલાડીઓ, IPL પર ચાલશે કાતર!

વર્લ્ડ કપમાં 20 ખેલાડીઓ, IPL પર ચાલશે કાતર!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.