પાલીતાણામાં રહેતા મુસ્લિમ પરિવારમાં દીકરાની શાદીમાં યોજવામાં આવેલ ભોજન સમારોહમાં બોજન લીધા બાદ મોડી રાતથી ફૂડ પોઈઝન અસર થતા બાળકો,મહિલાઓ સહિત ૪૫૦ જેટલા વ્યક્તિઓને સારવાર અર્થે પાલિતાણાની સરકારી અને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાે કે ૧૦૦ જેટલા વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આપવામાં આવી હતી.આ ઘટનાના પગલે મુસ્લિમ સમાજના આગેવાનો અને સેવાભાવીઓ દોડી ગયા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતા યુસુફભાઈ મહમદભાઈ મકવાણાના પરિવારમાં તેના દિકરા શાહીદભાઈની શાદી નિમિત્તે ગઈ રાત્રે ભોજન સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં બે હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. ભોજન સમારોહમાં ચિકન બિરયાની,ચિકન દાણા,હલવો શીતનના વ્યન્જનો ખાધા બાદ મોડીરાતથી ફૂડ પોઈજનની અસર થવા લાગી હતી. જેમાં ૧૦૦ થી બાળકો સહિત ૪૫૦ જેટલા વ્યક્તિઓની તબિયત લથડતા તેમને સારવાર અર્થે પાલીતાણાની સરકારી માનસિંહ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૧૦૦ જેટલા વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાદ રજા આપવામાં આવી હતી. સદનસીબે કોઈને ગંભીર અસર થઈ ન હતી. આ ઘટનાના પગલે પાલીતાણાના મુસ્લિમ સમાજના આગેવાનો, સેવાભાવીઓ દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા.હાલ તમામ લોકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.