Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2036માં ઑલિમ્પિક્સ : ગુજરાતમાં 6 વિશાળ સ્ટેડિયમ બનાવવાની તૈયારી

ભારતે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સકારાત્મક બિડ તૈયાર કરી

aaspassdaily by aaspassdaily
2023-01-03 11:05:11
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માટે ભારત પણ બોલી લગાવવા માટે તૈયાર છે. ભારતમાં હજુ સુધી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયું નથી, પરંતુ 2036માં પહેલીવાર ગુજરાતમાં ગેમ્સનો મહાકુંભ યોજાઈ શકે છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બોલી લગાવશે. ભારતની બિડ માટેનો રોડમેપ સપ્ટેમ્બરમાં મુંબઇમાં આયોજિત IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના તમામ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે. ભારત 1982માં એશિનય ગેમ્સ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે.

Advertisement

2036માં ભારત ઓલિમ્પિકની યજમાની કરવા માટે સકારાત્મક બિડ કરવા તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. રોડ-રસ્તા માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 6 જેટલા વિશાળ સ્ટેડિયમ અને અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. ફૂટબોલ, હોકી, પોલો, સ્કેટીંગ, બાસ્કેટ બોલ જેવી રમતોનું આયોજન થશે. ગુજરાતમાં દસથી પંદર જેટલી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનાવાશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે બુલેટ ટ્રેન પહોંચાડવાની યોજના પણ છે. રોડ-રસ્તાની માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ભારત સકારાત્મક રીતે બિડ લગાવવા માટે તૈયાર: ઠાકુર
2036 ગેમ્સ માટે બિડ કરવાની ભારતની તૈયારી વિશે બોલતા ઠાકુરે કહ્યું હતું કે, “ભારત તેના માટે સકારાત્મક રીતે બિડ લગાવવા માટે તૈયાર છે. અમારા માટે ‘ના’ કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે, તો હું તમને ખાતરી આપી શકું છું કે અમે માત્ર ઓલિમ્પિકની યજમાની જ નહીં કરીએ, અમે તેનું મોટા પાયે આયોજન કરીશું. ગેમ્સનું આયોજન કરવાનો આ યોગ્ય સમય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત ભૂતકાળમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે ઉત્સુક રહ્યું છે અને આ રાજ્ય પાસે વૈશ્વિક રમતોની યજમાની કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતએ ઘણી વખત ઓલિમ્પિકની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે – હોટેલ્સ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બધું જ છે. તેઓ બિડિંગ અંગે ગંભીર છે. તે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.

Tags: india ready to olimpic 2036 bid
Previous Post

કોરોના બાદ બેક્ટેરિયલ સુપરબગ મોટો પડકાર

Next Post

દિલ્હીના કંઝાવાલા ઘટના: કારમાં દારૂની પાર્ટી થઇ હતી બધા લોકો નશામાં હતા

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
દિલ્હીના કંઝાવાલા ઘટના: કારમાં દારૂની પાર્ટી થઇ હતી બધા લોકો નશામાં હતા

દિલ્હીના કંઝાવાલા ઘટના: કારમાં દારૂની પાર્ટી થઇ હતી બધા લોકો નશામાં હતા

શેત્રુંજય પર્વત પર ઉભી કરાઈ પોલીસ ચોકી

શેત્રુંજય પર્વત પર ઉભી કરાઈ પોલીસ ચોકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.