સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેરમાં પણ શિયાળાની કાતિલ ઠંડીનો બીજાે રાઉન્ડ શરૂ થવા પામ્યો છે. રાજ્યભરમાં ઠંડીની શીતલહેર જાેવા મળે છે આજથી ઉત્તર તરફથી ઠંડો પવન ફૂંકાતા રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો જતા શીતલહેર જાેવા મળી હતી.
રાજ્યભરમાં છેલ્લા ચારેક દિવસથી ઠંડીમાં રાહત થયા બાદ ફરીથી ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થતા રાજ્યના મોટાભાગના શહેરોમાં શિતલહેર પ્રસરી જવા પામી છે અને ઠંડીનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે ગત રાત્રિથી જ ઉત્તર તરફથી ઠંડો પવન ફૂંકાતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો જેના કારણે મોટાભાગના શહેરોમાં ઠંડીની અસર જાેવા મળી હતી. ભાવનગર શહેરમાં ફરીથી લઘુતમ તાપમાનનો પારો ૧૩.૬ ડિગ્રીએ પહોંચી જવા પામ્યો છે જ્યારે રાત્રિના સમયે સરેરાશ ૧૨ ાદ્બની ઝડપે ટાઢો બોળ પવન ફૂંકાયો હતો. રાજ્યમાં નલિયા સાત ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યુ હતુ જ્યારે કચ્છમાં ૯ ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને સુરત તથા જૂનાગઢમાં પણ ઠંડીનો ચમકારો શરૂ થવા પામ્યો છે અને તાપમાન ૧૦ થી ૧૩ ડિગ્રી સુધી રહેવા પામ્યુ છે આગામી થોડા દિવસ હજુ ઠંડી યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
ભાવનગર શહેરમાં ઠંડીનો બીજાે રાઉન્ડ શરૂ થતા વહેલી સવારના શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે આ ઉપરાંત રાત્રિના સમયે રિક્ષા ચલાવતા લોકો પણ કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે.






