સૌરાષ્ટ્રના અંગદાન ના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ થયેલા યુવાન ના ફેફસાનું દાન કરવામાં આવ્યું છે. સાથોસાથ લીવર, કિડની અને હાર્ટનું દાન કરવામાં આવતા રાત્રે 2:30 વાગે અમદાવાદ થી ખાસ એરએમ્બ્યુલન્સ આવી હતી અને આ બ્રેનડેડ યુવાનના અંગોને એરલીફ્ટ કરાયા હતા.આ યુવાન એ પોતાનો જીવનદીપ બુજાય એ પહેલા આઠ જિંદગીઓના જીવનને પ્રજ્વલિત કર્યું છે.
આ યુવાનના ફેફસા મળતા આજે સવારે અન્ય વ્યક્તિને આ ફેફસા પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. આ અંગેની મળતી વિગત મુજબ કેશોદ પંથકના પ્રાંસલી ગામના બાલાસરા પરિવારના દેવાયત ભાઈ ના મગજ ની મુરલી માં પરપોટો ફૂટી જતાં તેમને રાજકોટની વોકાર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબો એ સારવાર કરી પરંતુ કારગત ન નિવડતા ગઈકાલ સાંજે ડોક્ટર ઓ એ આ યુવકને બ્રેનડેડ જાહેર કરતા રાજકોટના ઓર્ગન ફાઉન્ડેશનના સભ્યો ના પ્રયાસોથી આ પરિવાર એ પોતાના પુત્ર ના અંગોનું દાન કરવા માટે સહમતી આપવા છેવટે અંગદાન માટેની તમામ મેડિકલ અને વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદથી ખાસ ચાર્ટર્ડ પ્લેન રાત્રે અઢી વાગે રાજકોટ ખાતે આવ્યું હતું અને આ યુવાનના ફેફસા, લીવર તેમજ હાર્ટ લઈ જવા માટે પોલીસ તંત્ર દ્વારા વોકાર્ડ હોસ્પિટલ થી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર કરાયો હતો.