Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં લોકસંવાદ બાદ ૨૪ કલાકમાં વ્યાજખોરો વિરુદ્ધ ૧૦ જેટલી પોલીસ ફરિયાદ

લોકસંવાદ કાર્યક્રમમાં વ્યાજખોરીના ચક્કરમાં ફસાયેલા લોકોની રજુઆત બાદ શહેર અને જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ દસેક જેટલા ગુના નોંધાયા: ભયમુક્ત બની લોકોને ફરિયાદ કરવા પોલીસ તંત્રની અપીલ

aaspassdaily by aaspassdaily
2023-01-12 13:59:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ ડામવા માટે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એસ.પી.કચેરી ખાતે જાહેર લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યા બાદ લોકોએ કરેલી રજુઆત બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ પગલાં ભરી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.દરમિયાન શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ અંગે ૧૦ જેટલી પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વ્યાજખોરીનું દુષણ અને વ્યાજખોરોના ત્રાસને ડામી દેવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય, આ ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે ભાવનગર ખાતે રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર, એસ.પી. ડો. રવીન્દ્ર પટેલ, ડી.વાય.એસ.પી. આર.આર. સિંઘલની ઉપસ્થિતિમાં જાહેર લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર નીકળી બેંક અને ફાઇનાન્સ કંપનીઓ મારફત અપાતી કાયદેસરની લોન લેવા માટે સમજણ આપવામાં આવી હતી, તેમજ વ્યાજખોરોનો ત્રાસ હોય તેવા લોકોએ ભયમુક્ત બનીને પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે તેવી ખાતરી આપવામાં આવતા આઠ જેટલા વ્યક્તિઓએ તેઓ કઈ રીતે વ્યાજખોરના ચક્કરમાં ફસાયા તેની આપવીતી વર્ણવી હતી.
એસ.પી. અને આઇ.જી.પી.એ લોકોની રજૂઆત સાંભળી કાર્યક્રમ સ્થળે જ હાજર પોલીસ અધિકારીઓને તેમની અરજી અને ફરિયાદ લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા જાહેર લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યા બાદ વ્યાજખોરોની ચુંટાલમાં ફસાયેલા લોકોની હિંમતમાં વધારો થયો હતો અને પહેલા દિવસે જ લોકો ફરિયાદ કરવા આગળ આવતા શહેર અને જિલ્લાના પોલીસ મથકોમાં વ્યાજખોરો વિરુદ્ધ ૧૦ જેટલી ફરિયાદ અને ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
વ્યાજખોરો સામેની ઝુંબેશ શરૂ રાખી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારમાં લોકસંવાદ કાર્યક્રમો યોજી લોકોને ફરિયાદ કરવા આગળ આવવા જણાવવામાં આવશે તેમ રેન્જ આઈ.જી.એ જણાવ્યું હતું.

પોલીસ તંત્ર એક્શન મોડમાં, ચાર શખ્સની ધરપકડ
ભાવનગર ખાતે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્ક્વોડ હરકતમાં આવી હતી, અને ઘોઘા પોલીસ મથક, ગંગાજળિયા પોલીસ મથક, નીલમબાગ પોલીસ મથક, અને ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાયેલ વ્યાજખોરોના ત્રાસ અંગે નોંધાયેલ પાંચ ગુનાના ચાર આરોપીઓ જેતુભાઈ દડુભાઇ દેસાઈ રહે. ખડસલીયા, આલિંગભાઈ ભગુભાઈ હરકટ રહે. ભુંભલી, સતવેન્દ્રસિંઘ ઉર્ફે સોનુ જશવંતસિંહ રાઠોડ રહે. વિઠ્ઠલવાડી ભાવનગર અને રણજીત ભાવસંગભાઈ પરમાર રહે. વરતેજ વાળાને તાત્કાલિક અસરથી ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી ભાગ કરવામાં આવી હતી.

 

Tags: bhavnagar POliceFirVyajkhori
Previous Post

ભાવનગર યુનિ. દ્વારા ઓલ ઇન્ડીયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંતર્ગત ડેટા અપલોડીંગ વર્કશોપ યોજાયો

Next Post

યાર્ડમાં બે દિવસમાં એક લાખથી વધુ થેલા લાલ ડુંગળીની આવક

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
યાર્ડમાં બે દિવસમાં એક લાખથી વધુ થેલા લાલ ડુંગળીની આવક

યાર્ડમાં બે દિવસમાં એક લાખથી વધુ થેલા લાલ ડુંગળીની આવક

મહુવા પંથકમાં ઘરફોડ ચોરી કરનાર તસ્કર ત્રિપુટીની ધરપકડ

મહુવા પંથકમાં ઘરફોડ ચોરી કરનાર તસ્કર ત્રિપુટીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.