ભાવનગરના આખલોલ જકાતનાકા નજીક આવેલા ઈન્દિરાનગરના નાળા પાસેથી વિદેશી દારૂની ૮૬ બોટલ સાથે એક શખ્સને વરતેજ પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.
વરતેજ પોલીસ કાફલો ગત મોડી રાત્રીના નારી ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે આખલોલ જકાતનાકા નજીક આવેલ ઇન્દિરાનગરના નાળા પાસે વિદેશી દારૂનું વેચાણ કરતા આખલોલ જકાતનાકા પાસે રહેતા પૃથ્વીરાજસિંહ મંગલસિંહ જાડેજાને ઈંગ્લીશ દારૂની ૮૬ બોટલ,કિં. રૂ.૪૩,૪૩૦ સાથે ઝડપી લઈ વિદેશી દારૂનો જથ્થો,એક મોબાઈલ મળી કુલ રૂ.૪૩,૯૩૦ નો મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





