Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર: 2 વિદ્યાર્થીઓ સહિત 9નાં મોત

સ્થાનિક પોલીસે ઘટનાના શંકાસ્પદને કસ્ટડીમાં લીધો

aaspassdaily by aaspassdaily
2023-01-24 11:04:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મોન્ટેરી પાર્કમાં થયેલા ફાયરિંગની ઘટના બાદ હવે અમેરિકાના બે શહેરમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. બંને ઘટનાઓમાં કુલ 9 લોકોના મોત થયા છે. અમેરિકી મીડિયાના જણાવ્યા અનુસાર લેટેસ્ટ હુમલો કેલિફોર્નિયાના હાફ મૂન બે શહેરમાં થયો હતો. ફાયરિંગની આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે પહોંચીને અમેરિકન શેરિફ (યુએસ પોલીસ)એ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ સિવાય આયોવાની એક શાળામાં ફાયરિંગની બીજી ઘટના પણ સામે આવી છે. જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે.
કેલિફોર્નિયાના હાફ મૂન બે શહેરમાં સોમવારે એક હુમલાખોરે અચાનક એક સાથે અનેક લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો અને 7 લોકોના મોત થયા. કાઉન્ટીની શેરિફ ઓફિસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરની થોડી જ વારમાં ધરપકડ કરવામાં આવી હતી. હાફ મૂન બે શહેર સાન ફ્રાન્સિસ્કોથી લગભગ 28 માઇલ (45 કિલોમીટર) દક્ષિણમાં આવેલું છે.
આયોવામાં શાળામાં ફાયરિંગની ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર ગોળીબાર ડેસ મોઇન્સ સ્કૂલમાં કાર્યક્રમ દરમિયાન થયો હતો. અહીં બપોરે એક વાગ્યે ઇમરજન્સી કામદારોને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓને ગંભીર ઈજાઓ સાથે 2 વિદ્યાર્થીઓ મળ્યા, તેઓને તાત્કાલિક CPR આપવામાં આવ્યા. હોસ્પિટલમાં બંને વિદ્યાર્થીઓના મોત થયા હતા.
આયોવામાં ઘટનાના 20 મિનિટ પછી પોલીસે કારમાંથી 3 શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા. જ્યારે એક આરોપી કારમાંથી ભાગી ગયો હતો. સાર્જન્ટ પોલ પારિઝેકે જણાવ્યું કે, આ ઘટના અચાનક નથી બની તેને સંપૂર્ણ આયોજન હેઠળ અંજામ આપવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં તાજેતરમાં થયેલા ગોળીબાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ધ્વજને અડધી માસ્ટ પર લહેરાવવાનો આદેશ આપ્યો હતો.

Advertisement
Tags: 9 death in firingUSA
Previous Post

ભાવનગરમાં રખડતા ઢોર બાદ હવે પશુઓના ગેરકાયદે તબેલા તંત્રની રડારમાં, 45તબેલાને નોટીસ

Next Post

અમદાવાદમાં ‘ચા’ નહીં મળે પાર્સલ

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
અમદાવાદમાં ‘ચા’ નહીં મળે પાર્સલ

અમદાવાદમાં 'ચા' નહીં મળે પાર્સલ

મહિલાનો અધિકાર છે કે તે પોતાની પ્રેગ્નન્સી પર નિર્ણય લઇ શકે છે .આ નિર્ણય મેડિકલ બોર્ડ લઈ શકે નહીં

મહિલાનો અધિકાર છે કે તે પોતાની પ્રેગ્નન્સી પર નિર્ણય લઇ શકે છે .આ નિર્ણય મેડિકલ બોર્ડ લઈ શકે નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.