ભાવનગરના વતની અને હાલમાં મુંબઈ ખાતે રહેતા યુવાનના મૃતક પિતાના નામની જમીનમાં યુવાનના પિતાની ખોટી સહી કરી કુલમુખત્યારનામું ઉભુ કરી યુવાનના પિતાની અજાણ્યા શખ્સે સહી કરી યુવાન સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી જમીન ઓળવી ગયા હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના ક્રેસન્ટ સર્કલ પાસે આવેલા ગાંધીસ્મૃતિ પાછળના ભાગે રહેતા અને હાલ મુંબઈ ખાતે રહેતા મનીષભાઈ કાંતિલાલ શાહે નિલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, મનીષભાઈના પિતાની ખોટી સહી કરી રમણીકલાલ વૃજલાલ ઓઝાના નામનુ ખોટું કુલમુખત્યારનામું ઉભું કરી મનીષભાઈના પિતાજીના નામની કોઇપણ વ્યકતિએ સહી કરી તે કુલમુખત્યારનામાના આધારે કનુભાઇ નાનાભાઇ રોયલા રહે, પ્લોટ નં-ડી-૧૪૮/૧૪૯,રામનગર, રોયલા હાઉસ, કાળીયાબીડ, ભાવનગરવાળાએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ સહી કરનાર વ્યક્તિ સાથે મળી મનીષભાઈની જમીનનો ખોટુ કુલ મુખત્યારનામું ચલણમા મુકી સબ-રજીસ્ટાર ભાવનગર-૩(ચિત્રા) સમક્ષ દસ્તાવેજ બનાવી તેમજ મનીષભાઈ સાથે ઠગાઇ કરવાના હેતુથી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મનીષભાઈની જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી મનીષભાઈ. સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી જમીન ઓળવી ગયા હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવી હતી. નિલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.