Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CGSTના આસિ.કમિશનર પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી

ગાંધીધામ SGSTના આ.કમિશ્નર પાસેથી 3.71 કરોડની અપ્રમાણસર મિલકત મળી

aaspassdaily by aaspassdaily
2023-02-10 11:10:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ACB અને CBIની ટીમે 2 મોટી કાર્યવાહી કરી છે. વિગતો મુજબ SGSTમાં ગાંધીધામ ખાતે ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશ્નર આવક કરતા વધારે સંપત્તિ ધરાવતા હોવાની ચર્ચા હતી. આ તરફ ચોક્કસ માહિતી આધારે CBIની ટીમે તેમના ઘરે સર્ચ કરતાં રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવતા હડકંપ મચી ગઈ છે. આ સાથે અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ મિલકતો મળી આવતા ચકચાર મચી ગઈ છે.


ગાંધીધામ ખાતે SGSTમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અને અગાઉ એક્સસાઇઝ ઇન્ટેલિજન્સ અને ઇડીમાં ફરજ બજાવનાર મહેશ ચૌધરીને ત્યાંથી CBIને અત્યારસુધીમાં સત્તાવાર રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળી જે તેમની સત્તાવાર આવક કરતાં 74 ટકા વધારે હતી. નોંધનીય છે કે, આવક કરતાં અનેક ગણી વધારે સંપત્તિ ધરાવતા હોવાની બાતમીના આધારે દિલ્હી CBIની ટીમે તપાસ શરુ કરી હતી.
CBIની ટીમે આસિસ્ટન્ટ કમિશ્નર મહેશ ચૌધરીના ઘરે સર્ચ દરમિયાન રોકડા રૂ.42 લાખ, દાગીના, મોંઘી ઘડિયાળો, વિદેશી ચલણ, બેંક બેલેન્સ તેમજ સ્થાવર અને જંગમ મિલકતમાં રોકાણ મળી આવ્યુ હતુ. જે અંદાજે રૂ.1 કરોડ જેટલું થાય છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાન બાડમેરમાં સ્થાવર અને જંગમ મિલકતો મળીને રૂ.3.71 કરોડનું રોકાણ મળી આવ્યુ હતુ.

10 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત મળવાનો અંદાજ
CBIના સૂત્રો મુજબ મહેશ ચૌધરી અને તેમનાં પત્ની વિરુદ્ધ 8 ફેબ્રુઆરીના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં જ રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જોકે હાલમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને રાજસ્થાન ખાતે સર્ચ ચાલુ જ છે. જેમાં અંદાજે રૂ.10 કરોડની અપ્રમાણસર મિલકત મળવાનો અંદાજ છે. વિગતો મુજબ મહેશ ચૌધરી મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. CBIની ટીમે અમદાવાદમાં ચૌધરીના જે ફલેટમાં સર્ચ કર્યુ હતું. તેની કિંમત અંદાજે રૂ.6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ચૌધરી બાડમેર તેમજ અમદાવાદમાં અન્ય મિલકતો ધરાવતા હોવાનું સામે આવ્યું છે.

Tags: Ahmedabadcbi raidCGST assisn comissionargandhidham Propertu
Previous Post

વિક્રાંત પર લેન્ડ થયું તેજસ: નેવીએ રચ્યો ઈતિહાસ

Next Post

ગુજરાત હાઈકોર્ટને મળ્યા પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાત હાઈકોર્ટને મળ્યા પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ

ગુજરાત હાઈકોર્ટને મળ્યા પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ

મુંબઈમાં LIC બિલ્ડિંગના બીજા માળે લાગી ભીષણ આગ

મુંબઈમાં LIC બિલ્ડિંગના બીજા માળે લાગી ભીષણ આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.