ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા બિગ બોસ સિઝન 16ને આ સિઝનનો વિનર મળી ગયો છે, એમસી સ્ટૈન બિગ બોસ સિઝન 16નો વિનર બન્યો છે.
પ્રિયંકા ચૌધરી ટોપ ત્રીમાંથી બહાર જતા છેલ્લા બે ફાઈનસિસ્ટ શિવ ઠાકરે અને એમસી સ્ટૈન હતાં જેમાંથી એમસી સ્ટૈન બિગ બોસ 16નો વિજેતા થયો છે. આ વિનરને 31 લાખ 80 હજાર રૂપિયા તેમજ એક ગાડી મળશે. રેપર પર્સનાલિટી ધરાવતા એમસી સ્ટેને આ શોનો વિજેતા થયો છે. એમસી સ્ટેનના ચાહકોએ તેને બિગ બોસ 16નો વિજેતા બનાવ્યો છે. આ ઘડીએ સલમાન ખાને સ્ટેનને અભિનંદન પાઠવ્યા હતા.
સલમાન ખાન બિગ બોસ 16નો ગ્રાન્ડ ફિનાલે માટે એન્ટ્રી લીધી હતી ત્યારે સલમાન ખાનનો દર્શકોએ સ્વાગત કર્યો હતો. તેમની સાથે મંચ પર બિગ બોસ 16ના બધા સ્પર્ધકો જોવા મળ્યા હતાં. સલમાન ખાને શોને સપોર્ટ કરવા બદલ દર્શકોનો આભાર માન્યો હતો.