દેશની ગરિમાને ભ્રષ્ટ કરવા કેટલાક તત્વો સક્રિય બની પોતાને સુરા પહેલવાન સમજતા હોય છે. ત્યારે ભરૂચમાં રાષ્ટ્રગીતની ગરિમા પર સવાલ ઉઠાવતો વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શેઠના કોમ્પલેક્ષની સામે ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીતને અપમાનિત કરતો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રાષ્ટ્રગીતનું મજાક બનાવનાર ૧૧ લોકો સામે બી ડિવિઝન પોલીસે વિડીયોના આધારે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી મોબાઈલો અને વિડીયો એફએસએલ અર્થે મોકલી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઐયુબ ઈબ્રાહીમ પટેલ કે જેઓની દીકરીના લગ્ન મહંમદપુરા સીટ કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં આયોજન કરાયું હતું અને લગ્ન પ્રસંગની મજામાં મશગુલ બની એક વીડિયોમાં દેખાતા ૧૧ લોકો ખુરશી ઉપર બેસી મસ્તી મજાક કરતા રાષ્ટ્રગીત ગાતા હોવાનો વિડીયો બનાવ્યો હતો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રાષ્ટ્રગીતને અપમાનિત કરતો હોય અને વાતાવરણને દોહડાવી શકે તેવો હોવાના કારણે બી ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે પોલીસને જ ફરિયાદી બનાવી વીડિયોને એફએસએલ અર્થે મોકલી વીડિયોમાં દેખાતા તમામ લોકોની પૂછપરછ કરવા સાથે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી.
રાષ્ટ્રગીતનું અપમાનિત કરતો વિડીયો બનાવનારમાં એક સઈદ રોકડિયા નાઓ ભરૂચની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧ માંથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓએ જ રાષ્ટ્રગીતનું અપમાનિત કરતા વીડિયોમાં તેઓ દેખાતા ભાજપની છબી પણ ખરડાઈ રહી હોય તેવી ચર્ચાઓ એ ભારે જોડ પકડ્યું છે. વાયરલ વિડીયોમાં ઇમરાન ખંજરા નામનો શખ્સ પણ સ્થળ પર હાજર હોય અને રાષ્ટ્રગીતનું અપમાન કરતો હોય સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઇમરાન ખંજરા પોતે ભાજપના નેતાઓ સાથે સીધો કનેકશન ધરાવતા હોવાનું જગ જાહેર છે. ત્યારે આ બાબતે ઇમરાન ખંજરા સહિતના લોકો પર કાર્યવાહી થશે ખરી કે પછી ધાકપિછોળો કરવામાં આવશે તે તો સમય બતાવશે પણ હાલ તો દેશની કરોડો જનતાની લાગણી દુભાઈ હોય તેમ લાગી રહ્યું છે.