ગોળીબારથી અમેરિકા ફરી એકવાર ધણધણી ઉઠ્યું. મિસિસિપીમાં સામૂહિક ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. શુક્રવારના રોજ ગ્રામીણ અરકાબુટલા કાઉન્ટીમાં, એક વ્યક્તિએ ગોળીબાર કર્યો. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. પહેલા એક સ્ટોર પર અને પછી અન્ય જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
સીએનએન અહેવાલ મુજબ, ટેટ કાઉન્ટી, મિસિસિપીમાં શુક્રવારે શ્રેણીબદ્ધ ગોળીબાર બાદ ઓછામાં ઓછા છ લોકોને ગોળી મારવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપીના ગવર્નર ટેટ રીવસે કહ્યું કે તેમને ગોળીબાર અંગે જાણ કરવામાં આવી હતી. આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
મિસિસિપીના ગવર્નર ટેટ રીવસે ટ્વીટ કર્યું કે, ફાયરિંગની ઘટના માટે જવાબદાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમારું માનવું છે કે તેણે જ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેનો હેતુ હજુ જાણી શકાયો નથી. અમે પરિસ્થિતિની તપાસ કરવાનું ચાલુ રાખીશું.