ખેડૂતોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની માંગણી સાથે આજે ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂત આક્રોશ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જાે કે, આ સંમેલનમાં પાંખી હાજરી જાેવા મળી હતી.
ખેડૂતોને કપાસ, ડુંગળી સહિતના પાકોમાં ઉત્પાદન ખર્ચ પણ નીકળતો ન હોય પુરતા ભાવો મળે અને સરકારની વિવિધ યોજનાઓના લાભ સહિતની વર્ષો જુની માંગણી સંદર્ભે આજે ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂત આક્રોશ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં હાથમાં બોર્ડ-બેનરો સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને વિવિધ માંગણીઓ સાથે સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જાે કે, આ સંમેલનમાં ખેડૂતોની હાજરી ઓછી જાેવા મળી હતી.