સ્પર્શ ફાઉન્ડેશન કે જે જરૂરીયાતમંદ બાળકો માટે ખાસ કરીને શિક્ષણમાં મદદરૂપ થવા કાર્ય કરી રહી છે. આ સંસ્થા દ્વારા અગાઉ વંચિતોના વાણોતરના બાળકોને સહાય કરવામાં આવી હતી અને હવે ડો.ઓમ ત્રિવેદી દ્વારા ચાલતી ભાઇબંધની નિશાળના ગરીબ બાળકો માટે આ સંસ્થા આગળ આવી છે. ૧૮ માર્ચને શનિવારે મેઘાણી ઓડિટોરીયમ ખાતે ‘અહેસાસ’ મ્યુઝિકલ શો દ્વારા એકત્રિત થનાર રકમ આ બાળકોને અર્પણ કરવામાં આવશે.
સ્મોલ વન્ડર, શ્રીજીસ ગાર્ડન રેસ્ટોરન્ટ, બોમ્બે કુલ્ફી, ત્રિવેણી, પેરેન્ટ સ્ટેશન, સરોવર પોર્ટીકો, પ્લમ, આઇ ભાવનગર, મુની મિઠાઇવાળા, સાકાર ફોટો ઝોન, શ્રી ફેશન હબ, શિવાંજલી વેલનેસ, હેક્સીગોન ઓવર્સીસ, મહેતા એસોસીએટ, ઉડાન જુનિયર, સીડ લાઇટ્સ સહિતની સંસ્થા અને પેઢીઓ આ ઉમદા કાર્યમાં વિવિધ રીતે સહયોગી બની છે. ‘એવરી પેની કાઉન્ટ’ની ટેગલાઇન સાથે કાર્યરત અને સ્મોલ વન્ડરની સહભાગી સંસ્થા સ્પર્શ ફાઉન્ડેશન આયોજીત આ ચેરીટી મ્યુઝિકલ ઇવેન્ટમાં જાણીતા કલાકાર ડો.ભાવના મહેતા, ડો.ફિરદોસ દેખૈયા, ધર્મિન મહેતા સહિતના કલાકારો પ્રસ્તુતિ કરશે તો કાર્યક્રમનું સંચાલન જાણીતા વક્તા નેહલ ગઢવી કરશે. વધુ માહિતી અને બુકીંગ માટે મો. નંબર ૬૩૫૯૦૦૭૧૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.