Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં કોરોનાના એક સાથે બે પેટા વેરીએન્ટ સક્રિય

પ્રાથમિક પ્રતિબંધો શરૂ: ત્રણ રાજયોમાં માસ્ક ફરજીયાત

cradmin by cradmin
2023-04-10 12:45:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં ફરી કોરોનાના સતત વધી રહેલા કેસ તથા મૃત્યુની સંખ્યામાં આવેલા ઉછાળા બાદ હવે કોરોનાની નવી લહેરની આશંકા સામે કેન્દ્ર સરકાર તથા રાજયો સાવધ થઈ ગયા છે અને કોવિડના મુકાબલા માટે હોસ્પીટલ તૈયારીઓની સમીક્ષા કરવા આજે દેશભરમાં બે દિવસની મોકડ્રીલનો પ્રારંભ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં બે દિવસ કોરોનાના નવા પોઝીટીવ 6000થી વધુ નોંધાયા હતા જયારે તે રવિવારે 5537 કેસ નોંધાયા છે અને રાજયની દિલ્હીથી છેક કેરળ સુધી જે રીતે કોરોના કેસ વધ્યા તે ચિંતા છે. દેશમાં કેસ વધતા હવે હરિયાણા સહિત ત્રણ રાજયોએ તો જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત કરી દીધા છે.
કોરોનાનો ડબલ એટેક થયો છે જેમાં એકસબીબી-1.16 અને એકસબીબી 1.16.1 એમ વધુ એક વેરીએન્ટ જોવા મળ્યો છે. જેના કારણે સંક્રમણની રફતાર વધશે તેવો ભય છે. જો કે બન્ને સામે બચાવ-ઈલાજ એક જ સમાન છે. કોરોના વાયરસનું મોનેટરીંગ કરી રહેલા ‘ઈન્સાકોગ’ ના જણાવ્યા મુજબ આ બન્ને વેરીએન્ટ વચ્ચે અંતર ફકત સ્વાઈક પ્રોટીનનો છે જે 2020માં પ્રારંભમાં નજરે ચડયો હતો. આ રીપોર્ટના જણાવ્યા મુજબ ગુજરાત-મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશો બન્ને વેરીએન્ટ જોવા મળ્યા છે જેમાં 11 રાજયોમાં 184 કેસમાં એકસબીબી 1.16.1 વેરીએન્ટ જોવા મળ્યું છે. દિલ્હીમાં હવે મંદિરોમાં ભકતોને માસ્ક સાથે જ આવવા જણાવાયું છે. દિલ્હીમાં 699 નવા કેસ અને ચાર મૃત્યુ નોંધાતા આ નિર્ણય લેવાયો હતો.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડલીયાએ લોકોને ગભરાવવાની નહી પણ સતર્ક રહેવા સલાહ આપી છે તથા કેન્દ્ર અને રાજય સરકારો કોઈપણ સ્થિતિનો મુકાબલો કરવા પુરી રીતે તૈયાર હોવાની પણ ખાતરી આપી હતી. હરિયાણામાં સરકારે શાળા-કોલેજો તથા જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત કર્યા છે. પોંડીચેરીમાં પણ આ જ પ્રકારે પાબંદી લગાવાઈ છે તો ઉતરપ્રદેશમાં રાજય સરકારે ચીનના તમામ વિમાની મથકો પર વિદેશથી આવતા લોકો માટે આરટીપીસીઆર નેગેટીવ રીપોર્ટ ફરજીયાત કર્યા છે પણ ચિંતા એ છે કે આ સમયે ઓમીક્રોન નહી એકસબીબીના બે વેરીએન્ટ એક સાથે ફેલાઈ રહ્યા છે. છેલ્લા છ માસમાં 71% લોકોમાં એકસબીબીનાં જ બે વેરીએન્ટ જોવા મળે છે.

Previous Post

ફરી કોરોનાના કેસમાં ઉછાળો: 100 ટેસ્ટમાંથી 7નો રિપોર્ટ પોઝિટિવ

Next Post

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

cradmin

cradmin

Related News

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
Next Post
ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

ખુશખબર / હવે 120 રૂપિયા સુધી સસ્તુ થઈ જશે lpg cylinder, અપનાવવી પડશે કુદરતી ગેસની નવી ફોર્મ્યુલા

ખુશખબર / હવે 120 રૂપિયા સુધી સસ્તુ થઈ જશે lpg cylinder, અપનાવવી પડશે કુદરતી ગેસની નવી ફોર્મ્યુલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.