એપ્રિલ માસમાં પ્રારંભમાં જ ગરમીનો પારો ઉચતા દેશના અનેક રાજયોમાં ગરમીથી જનજીવન પ્રભાવીત થઈ રહ્યું છે. તેવા સમયે ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચીમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં પારો 2-3 ડિગ્રી ઉચો જવાની શકયતા દર્શાવી છે. ભારતમાં સૌથી વધારે ગરમ શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો છે.
ઓડિશા રાજયનાં બારીયદામાં તાપમાન 44.2 ડિગ્રી મહારાષ્ટ્રના અકોલામાં 42.8 ડિગ્રી ચંદપુરમાં 43.2 અને બ્રહ્મપુરીમાં 43.1 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાયું છે. વધતી જતી ગરમી હારવેરાના કારણે સરકારે અનેક રાજયોને તકેદારી રાખવા સુચના આપી છે. હવામાન વિભાગો આંધ્રપ્રદેશમાં લૂં ફૂંકવાની સંભાવના વ્યકત કરી છે. તો પશ્ચીમી હિમાલય ક્ષેત્રના પંજાબ, હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન જમ્મુ કાશ્મીર ભારે વરસાદની આગાહી કરી છે.






