Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારી કર્મચારી ઓવરટાઈમના હકકદાર નથી : સુપ્રીમ કોર્ટ

સરકારી કર્મચારીઓ નિયમિત પગાર વધારા સહિતના લાભો મેળવે છે: મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને રદ કરાયો

aaspassdaily by aaspassdaily
2023-04-22 19:08:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય બેન્કોમાં એક સમયે ખૂબજ વ્યાપક બનેલા ‘ઓવરટાઈમ’ કલ્ચરનો અંત લવાયા બાદ હવે કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારીઓ પણ ‘ઓવરટાઈમ’ ભથ્થાના હકકદાર નથી. સર્વોચ્ચ અદાલતે એક ચૂકાદામાં જણાવ્યું કે જે તે કર્મચારીઓ કે વિભાગના સેવા નિયમો (નોકરીના નિયમો)માં ફેકટરી એકટ મુજબ ઓવરટાઈમ (કામના નિશ્ર્ચિત કલાકો કરતા વધુ કામ કરવું) અંગે જો કાઈ જોગવાઈ ના હોય તો પછી જે તે કર્મચારી ઓવરટાઈમના હકકદાર રહેતા નથી.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વી.સુબ્રમણ્યમ અને પંકજ મિશેલની ખંડપીઠે આ ચૂકાદો આપતા મુંબઈ હાઈકોર્ટના એ ચૂકાદાને પણ રદ કર્યો હતો કે રાજય સરકારના કર્મચારીઓ ફેકટરી એકટ હેઠળ ઓવરટાઈમ કે તે મુજબના વધારાના ભથ્થા માટે હકકદાર છે. સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે સરકારી કર્મચારી અનેક પ્રકારના વિશેષ લાભો ભથ્થા લેતા હોય છે અને હવે સિવિલ સેવામાં નિયુક્તિ એક સ્ટેટસ બની ગયું છે અને તે એવી સેવા કે રોજગાર નથી જે શ્રમીક કલ્યાણ કાનૂન હેઠળ સંચાલીત થતા હોય સરકારી કર્મચારીઓ અનેક વધારાના લાભો અને સતત સમીક્ષા પાત્ર વેતન વિ.નો લાભ મેળવે જ છે જે ફેકટરી એકટ હેઠળ આવતા શ્રમિકોને મળતો નથી તેથી સરકારી કર્મચારી બન્ને તરફના લાભો મેળવી શકે નહી.
અદાલતે એ પણ કહ્યું કે સરકારી કર્મચારી હંમેશા સરકારના આધીન જ હોય છે એવું કહેવાનો અર્થ નથી કે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારના લાભનો દાવો કરવાનો હકક નથી પણ તે સ્વીકારાય તે પણ આવશ્યક નથી. આ કેસ કરન્સી નોટો છાપતી સિકયોરીટી પ્રિન્ટીંગ એન્ડ મીટીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા જે કેન્દ્રના નાણા મંત્રાલય હેઠળ આવે છે તેના કર્મચારીઓએ ફેકટરી એકટ 1988 હેઠળ ઓવરટાઈમ ભથ્થાની માંગ કરી હતી જેને લેબર ટ્રીબ્યુનલ અને મુંબઈ હાઈકોર્ટે સ્વીકાર કર્યો હતો પણ તેની સામે કેન્દ્ર સરકાર સુપ્રીમમાં ગઈ હતી.
સિવિલ પદો પર જે કર્મચારીઓ નથી તે અને ફેકટરી એકટ હેઠળ આવતા કર્મચારીઓ નિશ્ર્ચિત કલાકોમાં સપ્તાહમાં છ દિવસ કામ કરવાનું હોય છે અને તેને સાપ્તાહિક અવકાશ ધારા 52 હેઠળ એક દિવસની રજા મળે છે. રોજના કામના કલાકો ધારા 34માં ઉલ્લેખીત છે જેમ સરકારી કર્મચારીઓના વેતન માટે પગારપંચ અને અન્ય જોગવાઈઓ છે તેમાં ફેકટરી એકટ હેઠળ આ પ્રકારની જોગવાઈ નથી. સુપ્રીમ કોર્ટે તેના પર ઉલ્લેખ કરતા કહ્યું કે હાઈકોર્ટે એ સમજવામાં નિષ્ફળ રહી છે કે સરકારી અને ખાનગી સેવા વચ્ચે તફાવત શું છે. સુપ્રીમકોર્ટ આ અંગે જેઓને ઓવરટાઈમ ચુકવાયો છે. તેઓનો રીફંડ લેવા પરંતુ જેઓ નિવૃત થયા છે અથવા મૃત્યુ પામ્યા છે તેની રીકવરી નહી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારી સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ દરેક સમયે સરકારી કામકાજ સાથે જોડાયેલ છે અને તેથી તે ઓવરટાઈમ માંગી શકે નહી અને તેમાં અરજદારને ડબલ ઓવરટાઈમનો તો કોઈ પ્રશ્ર્ન જ નથી.

Previous Post

ટ્રકમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો

Next Post

અયોધ્યા નજીકબસ-ટ્રક અથડાતા સાત લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
અયોધ્યા નજીકબસ-ટ્રક અથડાતા સાત લોકોના મોત

અયોધ્યા નજીકબસ-ટ્રક અથડાતા સાત લોકોના મોત

અંબાજી ધામમાં 75 ફૂટ લાંબો અને આઠ ફૂટ પહોળો કાચનો બ્રીજ ખુલ્લો મુકાશે

અંબાજી ધામમાં 75 ફૂટ લાંબો અને આઠ ફૂટ પહોળો કાચનો બ્રીજ ખુલ્લો મુકાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.