Swiggy: જો તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો હવે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. ફૂડટેક જાયન્ટ સ્વિગીએ બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં ફૂડ ઓર્ડર પર 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. આ ચાર્જ માત્ર ફૂડ ઓર્ડર પર વસૂલવામાં આવે છે. સ્વિગીના ક્વિક કોમર્સ વર્ટિકલ, ઇન્સ્ટામાર્ટ પર મૂકવામાં આવેલા ઓર્ડર પર ચાર્જ લેવામાં આવતો નથી. આ ઉપરાંત, આ પ્લેટફોર્મ ફી સ્વિગી વન યુઝર્સ પર પણ લગાવવામાં આવી રહ્યો છે, જેઓ પેઇડ મેમ્બરશિપ હેઠળ આવે છે.
પ્લેટફોર્મના ઓપરેશનમાં મળશે મદદ
સ્વિગીના પ્રવક્તાએ આ વાતને કન્ફોર્મ કર્યું છે કે ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ફી નજીવી ફ્લેટ ચાર્જ વસુલશે. આ ફી અમને અમારા પ્લેટફોર્મને ચલાવવા અને સુધારવામાં અને સીમલેસ એપ એક્સપિરિયન્સ પ્રોવાઇડ કરવા માટે એપની વિશેષતાઓને વધારવામાં મદદ કરે છે. સ્વિગી તેના પ્રોફિટના ટાર્ગેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં જ શેરબજારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જેના કારણે તે આવી પ્રવૃત્તિઓ કરી રહી છે.
કંપનીએ બંધ કરી દીધું હતું આ વર્ટિકલ
કંપનીએ જાન્યુઆરીમાં તેનું મીટ માર્કેટપ્લેસ વર્ટિકલ બંધ કરી દીધું હતું. આ પછી, રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ હેઠળ, કંપનીએ 380 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. SoftBank સમર્થિત ફૂડ ડિલિવરી કંપનીએ આ વર્ષે માર્ચમાં તેનો ક્લાઉડ કિચન બિઝનેસ વેચ્યો હતો. ક્લાઉડ કિચન ઓપરેટર Kitchens@એ શેર સ્વેપ ડીલ દ્વારા સ્વિગીઝ એક્સેસ કિચન્સ બિઝનેસ હસ્તગત કર્યો, જેમાં સ્વિગી Kitchens@માં હિસ્સેદાર બની.
ઘટી ગઈ હતી વેલ્યુએશન
સ્વિગીએ યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ઇન્વેસ્કો પાસેથી આશરે $700 મિલિયન એકત્ર કર્યા બાદ ગયા વર્ષે ‘ડેકોર્ન’ સ્ટેટસ હાંસલ કર્યું હતું. જોકે, તાજેતરની ફાઇલિંગ દર્શાવે છે કે ઇન્વેસ્કોએ સ્વિગીનું વેલ્યુએશન $10.7 બિલિયનથી ઘટાડીને $8 બિલિયન કર્યું છે. ડેકાકોર્ન એ પ્રાઇવેટ માલિકીની કંપનીઓ છે જેનું મૂલ્ય $10 બિલિયનથી વધુ છે. જોકે, હવે મુંબઈ અને દિલ્હીના યુઝર્સે બે રૂપિયા પ્લેટફોર્મ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
સ્વિગીને દરરોજ 15 લાખથી વધુ ઓનલાઈન ઓર્ડર મળે છે. આ કિસ્સામાં, જો આપણે દરેક ઓર્ડર પર 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી જોઈએ, તો દૈનિક કમાણી 30 લાખ રૂપિયા થાય છે. આ રીતે કંપની દર મહિને 9 કરોડ રૂપિયાની કમાણી કરશે.






