Thursday, August 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

SRH Vs RCB: કોહલીની તોફાની સદી સાથે બેંગ્લોરની જીત, હૈદરાબાદને હરાવીને પ્લેઓફની આશા રાખી જીવંત

aaspassdaily by aaspassdaily
2023-05-19 12:02:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિરાટ કોહલીની તોફાની સદીના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું. IPL 2023ની 65મી મેચમાં કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ જીત સાથે RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં પહોંચી ગઈ છે. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. બેંગ્લોરે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને સદી ફટકારી હતી.

RCB શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં પહોંચી ગયું છે. તેણે અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને આ દરમિયાન 7માં જીત મેળવી છે. બેંગ્લોરને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેના 14 પોઈન્ટ છે.

કોહલીની શાનદાર સદીથી બેંગ્લોરની જીત

હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા બેંગ્લોર તરફથી કેપ્ટન ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ પછી કોહલી 63 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ભુવનેશ્વર કુમારે તેને આઉટ કર્યો હતો. આ પછી ડુ પ્લેસિસ પણ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 47 બોલમાં 71 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અંતે ગ્લેન મેક્સવેલ 5 રન અને બ્રેસવેલ 4 રન બનાવીને અણનમ રહ્યા હતા.

હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર અને નટરાજને એક-એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 48 રન આપ્યા હતાં. નટરાજને 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. કાર્તિક ત્યાગીએ 1.2 ઓવરમાં 21 રન આપ્યા હતા. મયંક ડાગરે 4 ઓવરમાં 25 રન આપ્યા હતા.

હૈદરાબાદની ઇનિંગ્સમાં ક્લાસેનની વિસ્ફોટક સદી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ક્લાસને હૈદરાબાદ માટે વિસ્ફોટક સદી ફટકારી હતી. ચોથા નંબર પર બેટિંગ કરતા તેણે 51 બોલમાં 104 રન બનાવ્યા હતા. ક્લાસેનની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 203.92 હતો. આઈપીએલમાં સદી ફટકારનાર ક્લાસેન હૈદરાબાદનો ચોથો ખેલાડી બન્યો.

આ પહેલા અભિષેક ત્રિપાઠી 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બ્રેસવેલે તેને આઉટ કર્યો હતો. ઓપનર રાહુલ ત્રિપાઠી 12 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેસવેલે ત્રિપાઠીને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો હતો. કેપ્ટન અદીન માર્કરામ 20 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. અંતે હેરી બ્રુક 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 19 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. ગ્લેન ફિલિપ્સ 5 રન બનાવીને આઉટ થયો હતો.

સિરાજ-બ્રેસવેલે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું

આરસીબી માટે સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને એક વિકેટ લીધી હતી. બ્રેસવેલે 2 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાહબાઝ અહેમદે 3 ઓવરમાં 38 રન આપીને એક વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી. કર્ણ શર્મા અને પાર્નેલને એક પણ વિકેટ મળી ન હતી.

Previous Post

ક્લાસ 3ની પરીક્ષા માટે કોઈ વેઇટિંગ લિસ્ટ નહીં બને

Next Post

વિરાટ કોહલીનું તોફાન, ડગઆઉટથી લઈને પ્રેક્ષકોએ કરી સલામી, આખા સ્ટેડિયમમાં અલગ વાતાવરણ

aaspassdaily

aaspassdaily

Related News

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા
તાજા સમાચાર

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

August 6, 2026
ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા

August 6, 2026
PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

August 6, 2026
Next Post
વિરાટ કોહલીનું તોફાન, ડગઆઉટથી લઈને પ્રેક્ષકોએ કરી સલામી, આખા સ્ટેડિયમમાં અલગ વાતાવરણ

વિરાટ કોહલીનું તોફાન, ડગઆઉટથી લઈને પ્રેક્ષકોએ કરી સલામી, આખા સ્ટેડિયમમાં અલગ વાતાવરણ

Sweet Recipe: બદામ બરફી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, આ રીતે બનાવો અને એન્જોય કરો…

Sweet Recipe: બદામ બરફી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, આ રીતે બનાવો અને એન્જોય કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.