છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહેલા યુવાનો માટે હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવશે.
રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા તૈયાર થયેલ 120 આવાસોનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે રાજકોટમાં પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. અગાઉ ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.




