હાલમાં માર્કેટમાં માઈલેજ અને ફીચર્સનું યુદ્ધ ચાલી રહ્યું છે. મોટાભાગની વ્હીકલ પ્રોડક્શન કંપનીઓ હવે એવી કાર રજૂ કરવાની તૈયારી કરી રહી છે જે હાઇટેક ટેક્નોલોજીથી સજ્જ હોવાની સાથે મિનિમમ ફ્યુઅલનો યુઝ કરે છે. આવનારા સમયમાં, ટૂંક સમયમાં જ કેટલીક એવી કાર બજારમાં પ્રવેશવા જઈ રહી છે, જે ઓછી કિંમતમાં સારી માઈલેજ માટે જાણીતી હશે. આ માટે મારુતિ સુઝુકીથી લઈને હોન્ડા જેવી બ્રાન્ડ તૈયારીમાં લાગેલી છે. આમાં, નવી કારોની સાથે, કેટલીક વર્તમાન કારોના ફેસલિફ્ટ અને નેક્સ્ટ જનરેશનના મોડલ પણ છે, જેને અપડેટ કરીને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.
મારુતિ સ્વિફ્ટ અને ડિઝાયર
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી તેની બે પ્રસિદ્ધ કાર સ્વિફ્ટ અને ડિઝાયરના નેક્સ્ટ જનરેશન મોડલને ટૂંક સમયમાં બજારમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ બંને કાર તેમના સેગમેન્ટમાં પહેલાથી જ ઘણી ફેમસ છે, હવે સમાચાર આવી રહ્યા છે કે કંપની આ બંને કારમાં મજબૂત હાઈબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, જેના કારણે તે શાનદાર માઈલેજ આપશે.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ
આ કારમાં કંપની 1.2 લીટર ક્ષમતાના મજબૂત હાઇબ્રિડ એન્જિનનો ઉપયોગ કરી શકે છે. આ એન્જિન, કોડનેમ (Z12E), હાલના K12C એન્જિનની સાથે વેચવામાં આવશે. શક્ય છે કે કંપની આ કારના હાઇ વેરિયન્ટ્સમાં નવા હાઇબ્રિડ એન્જિનને સામેલ કરે. ગ્રાન્ડ વિટારા અને હાઇરાઇડ દેશની સૌથી મજબૂત હાઇબ્રિડ કાર છે જે 27.97 kmpl સુધીની માઇલેજ આપે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સ્વિફ્ટ અને ડીઝાયર તેમના નાના કદ અને ઓછા વજનને કારણે 35 થી 40 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે.
હોન્ડા અમેઝ
હોન્ડા અમેઝ કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં ખૂબ પોપ્યુલર છે, કંપનીએ તેને સૌપ્રથમ વર્ષ 2013 માં લોન્ચ કર્યું હતું અને છેલ્લા દસ વર્ષમાં 5.3 લાખથી વધુ યુનિટ્સ વેચ્યા છે. હવે તેના ત્રીજી જનરેશનના મોડલની રાહ જોવાઈ રહી છે. તે કંપનીની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોન્ડા ટૂંક સમયમાં નેક્સ્ટ જનરેશન મોડલ માર્કેટમાં લોન્ચ કરશે.
તે વર્તમાન અપડેટેડ PF2 પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, તે સ્પષ્ટ છે કે તેના કદમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કંપની લુક અને ફીચર્સમાં કેટલાક ફેરફાર કરી શકે છે, પરંતુ તે હાલના 1.2 લીટર i-VTEC પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરવામાં આવશે. આ એન્જિન 90 bhpનો પાવર અને 110 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
હ્યુન્ડાઇ વેન્યૂ
Hyundai Motor India તેની નવી mini SUV Hyundai Exter લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કંપની સતત આ SUVના તમામ ટીઝર રિલીઝ કરી રહી છે. સબ-ફોર મીટર સેગમેન્ટમાં આ પહેલી કાર હશે જે સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ ઓફર કરશે. આ સિવાય હિલ આસિસ્ટ કંટ્રોલ (HAC), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વિથ ઈલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન (EBD), વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) જેવી ફિચર્સ પણ આ SUVમાં સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી રહી છે, એટલે કે તમને દરેક વેરિઅન્ટમાં આ તમામ ફીચર્સ મળશે.
કંપનીના પોર્ટફોલિયોમાં આ સૌથી સસ્તી SUV હશે. નવા ટીઝર અનુસાર, કંપની હ્યુન્ડાઈ એક્સ્ટરમાં 40 થી વધુ સેફ્ટી ફીચર્સ સામેલ કરવાનો દાવો કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 26 સેફ્ટી ફીચર્સ એવા હશે કે કંપની તેને તમામ વેરિએન્ટમાં ઓફર કરી શકે છે. એક્સ્ટરમાં, કંપની 1.2-લિટર કપ્પા પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી રહી છે, જે તમે ગ્રાન્ડ i10 Nios, i20 અને Venue જેવા મોડલમાં જોયું છે.






