Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

OMG! સાઉદી આરબ-UAE નહીં પરંતુ અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, એક બિસ્કિટના પેકેટની કિંમતમાં ફુલ થઈ જશે ટાંકી

aaspassdaily by aaspassdaily
2023-05-25 16:33:20
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

આપણા દેશમાં પેટ્રોલની કિંમત લગભગ 100 રૂપિયાની આસપાસ સ્થિર થઈ ગઈ છે. પહેલા લોકો માનતા હતા કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટવાથી ભારતમાં પેટ્રોલના ભાવ ઘટશે, પરંતુ હવે તેમની આશા ધૂળમાં ફેરવાઈ રહી છે. જેના કારણે હવે લોકો પેટ્રોલ અને ડીઝલનું રેશનિંગ કરવા લાગ્યા છે અને ખૂબ જ સમજી વિચારીને ઘરની બહાર વાહનો કાઢે છે. આવી સ્થિતિમાં, જો તમને ખબર પડે કે વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં પેટ્રોલ ચોકલેટ કરતાં પણ સસ્તું છે અને લોકો બિસ્કિટના પેકેટની કિંમતમાં તેમની કારની ટાંકી ભરે છે, તો તમને કેવું લાગશે? આવો, આજે અમે તમને આ વિષય પર વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ અને જણાવીશું કે વિશ્વમાં સૌથી સસ્તા ભાવે પેટ્રોલ વેચતા ટોપ-10 દેશો કયા છે.

સુદાનમાં પેટ્રોલની કિંમત

સુદાન સૌથી સસ્તું પેટ્રોલ વેચતા દેશોની આ શ્રેણીમાં 10મા સ્થાને છે. GlobalPetrolPrice.com ના અહેવાલ મુજબ સુદાનમાં પેટ્રોલની કિંમત 51.08 રૂપિયા પ્રતિ લિટર છે. આ દેશમાં પેટ્રોલિયમના ઘણા કુવા છે, જેનું તેલ વેચીને આ દેશ પોતાનું અર્થતંત્ર ચલાવે છે.

આ યાદીમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતા ટોપ-10 દેશોમાં નવમું સ્થાન કતારનું છે. ત્યાં પેટ્રોલની કિંમત 42.84 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કઝાકિસ્તાનમાં પેટ્રોલ 33.11 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. આ યાદીમાં તે 8મા નંબરે છે.

તુર્કમેનિસ્તાનમાં આટલું સસ્તુ છે પેટ્રોલ

ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસ ડોટ કોમના રિપોર્ટ મુજબ, મધ્ય પૂર્વ એશિયાઈ દેશ તુર્કમેનિસ્તાનમાં પેટ્રોલની કિંમત 31.85 રૂપિયા પ્રતિ લીટર છે. આ યાદીમાં તે 7મા નંબરે છે. જ્યારે નાઈજીરિયા આ યાદીમાં 29.85 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ વેચીને છઠ્ઠા નંબર પર છે. આ દેશ ભારતને મોટા પ્રમાણમાં પેટ્રોલ પણ વેચે છે.

કુવૈતમાં પેટ્રોલની કિંમત 25.91 રૂપિયા પ્રતિ લીટર છે. તે યાદીમાં 5મા નંબરે આવે છે. અલ્જીરિયામાં પેટ્રોલની કિંમત 25.24 રૂપિયા પ્રતિ લીટર છે અને તે ચોથા નંબર પર છે. આફ્રિકન દેશ અંગોલામાં પેટ્રોલની કિંમત 18.56 રૂપિયા પ્રતિ લીટર છે. આ યાદીમાં તે ત્રીજું સ્થાન ધરાવે છે.

આ દેશમાં વેચાય છે સૌથી સસ્તું પેટ્રોલ

વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતા દેશોની યાદીમાં બીજા સ્થાને (Cheapest Petrol in the World) ઈરાનનું છે. ત્યાં પેટ્રોલ 4.45 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. હવે અમે તમને જણાવી રહ્યા છે કે, દુનિયામાં ચોકલેટ કરતા પણ સસ્તું પેટ્રોલ ક્યાં વેચાય છે. વિશ્વનું સૌથી સસ્તું પેટ્રોલ સાઉદી અરેબિયા કે યુએઈમાં નહીં પરંતુ વેનેઝુએલામાં વેચાય છે. ત્યાં લોકો 1.48 રૂપિયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ ખરીદે છે.

Previous Post

સાવધાન / ગરમીથી રાહત મેળવવા માટે ખાવ છો આઈસ્ક્રીમ? એકવાર તેના સાઈડ ઈફેક્ટ પણ જાણી લો

Next Post

શું તમે જાણો છો શિવલિંગ પર જળ ચઢાવવાની સાચી દિશા? 99% લોકો કરે છે આ ભૂલ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
શું તમે જાણો છો શિવલિંગ પર જળ ચઢાવવાની સાચી દિશા? 99% લોકો કરે છે આ ભૂલ

શું તમે જાણો છો શિવલિંગ પર જળ ચઢાવવાની સાચી દિશા? 99% લોકો કરે છે આ ભૂલ

MI Vs LGS: લખનઉ સામે આકાશ મધવાલે રચ્યો ઇતિહાસ, મુંબઇના બોલરે તોડ્યા અનેક રેકોર્ડ્સ

MI Vs LGS: લખનઉ સામે આકાશ મધવાલે રચ્યો ઇતિહાસ, મુંબઇના બોલરે તોડ્યા અનેક રેકોર્ડ્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.