CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી બેદિવસના દિલ્હીના પ્રવાસે જવાના છે. તેઓ 27 અને 28 મેના રોજ દિલ્હીમાં નીતિ અતોગની બેઠકમાં ભાગ લેશે તે સિવાય 28 મેના રોજ નવા સંસદ ભવનાના ઉદ્ઘાટન થવાનું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા સંસદ ભવનના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે. અને તે બાદ મુખ્યમંત્રી 29 મે સોમવારના દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આવનાર મુલાકાતીઓને રાબેતા મુજબ મળશે.




