નવા સંસદ ભવનનાં લોકાર્પણ પ્રસંગે સરકાર 75 રૂપિયાનો ખાસ સિક્કો લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર 28 મે, 2023ના રોજ કરશે. આ ઈમારત નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં આવેલી છે અને સંસદના સભ્યો (સાંસદો)ની વધતી જતી સંખ્યાને સમાવવા માટે બનાવવામાં આવી છે.
સરકાર 75 રૂપિયાનો ખાસ સિક્કો લોન્ચ કરવા જઈ રહી છે આ માટે નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનું લોકાર્પણ યાદગાર બનાવવા માટે સરકાર 75 રૂપિયાનો સિક્કો લાવવા જઈ રહી છે. 75 રૂપિયાના આ સિક્કાની ડિઝાઈનથી લઈને તેની સાઈઝ અને પ્રિન્ટિંગ સુધી ઘણી વિશેષતાઓ હશે. નવા સંસદભવનની ડિઝાઇન ત્રિકોણાકાર છે. આવી સ્થિતિમાં આ સિક્કાનો દેખાવ પણ આવો જ હોવાની શક્યતા છે. નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી. ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના કારણે પણ આ સિક્કો ખૂબ જ ખાસ હશે.
કેવો હશે 75 રૂપિયાનો સિક્કો?
સંસદ ભવનના લોકાર્પણ સમયે 75 રૂપિયાનો સિક્કો 35 ગ્રામનો હશે. તેમાં 50% ચાંદી અને 40% તાંબુ હશે. આ ઉપરાંત 5% ઝીંક અને નિકલ હશે. બીજી તરફ જો તેની ડિઝાઇનની વાત કરીએ તો સિક્કાની એક તરફ અશોક સ્તંભ હશે, જેની નીચે રૂપિયાની કિંમત એટલે કે 75 રૂપિયા લખવામાં આવશે. તેની બાજુમાં ભારત અને અંગ્રેજીમાં પણ ભારત લખવામાં આવશે. સિક્કાની બીજી બાજુ નવા સંસદ ભવનની ડિઝાઇન બનાવવામાં આવશે અને તેની ઉપર અને નીચે સંસદ સંકુલ લખવામાં આવશે અને અંગ્રેજીમાં Parliament Complex લખવામાં આવશે. આ સાથે સિક્કાની નીચેની બાજુએ તેની પ્રિન્ટિંગનું વર્ષ 2023 લખવામાં આવશે.




