Saturday, May 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે- રાહુલ ગાંધી

કેલિફોર્નિયાના સાંતા ક્લારામાં ભારતીય પ્રવાસીઓની એક સભાને સંબોધિત કરી

aaspassdaily by aaspassdaily
2023-06-01 10:59:39
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે કેલિફોર્નિયાના સાંતા ક્લારામાં ભારતીય પ્રવાસીઓની એક સભાને સંબોધિત કરી. તેમણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર લોકોને ધમકાવવાની તથા દેશની એજન્સીઓનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) ભારતમાં રાજનીતિના તમામ સાધનોને નિયંત્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પોતાની ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા તેમણે મહેસૂસ કર્યું કે રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતા સામાન્ય રીત ભાત હવે કામમાં આવી રહ્યા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે. ભારત જોડો યાત્રા એટલા માટે શરૂ કરવામાં આવી કારણ કે લોકો સાથે જોડાવવા માટે અમારે જે સાધનોની જરૂર હતી, તે તમામ પર ભાજપ-આરએસએસનું નિયંત્રણ છે. તેમણે કહ્યું કે અમે એ પણ મહેસૂસ કરી રહ્યા હતા કે રાજનીતિ રીતે કાર્ય કરવું ખુબ કપરું બની ગયું છે. આથી અમે ભારતના સૌથી દક્ષિણી છેડાથી શ્રીનગર સુધી પદયાત્રા કરવાનો નિર્ણય લીધો. રાહુલ ગાંધીએ કહ્યું કે સ્નેહ, સન્માન અને વિનમ્રતાની ભાવનાથી યાત્રા કરવામાં આવી. તેમણે કહ્યું કે જો કોઈ ઈતિહાસ વાંચશે તો જાણી શકશે કે ગુરુ નાનક દેવજી, ગુરુ બસવન્નાજી, નારાયણ ગુરુજી સહિત તમામ આધ્યાત્મિક નેતાઓએ દેશને એક સમાન રીતે એકજૂથ કર્યો.
તેમણે એમ પણ કહ્યું કે ભારત એ નથી…જે મીડિયામાં દેખાડવામાં આવી રહ્યું છે, જે એક એવી રાજનીતિક સોચને પ્રોત્સાહન આપવાનું પસંદ કરે છે જે વાસ્તવિકતાથી ખુબ દૂર છે. તેમણે કહ્યું કે આ એક મોટી વિકૃતિ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રામાં મારા માટે એ ખુબ સ્પષ્ટ થઈ ગયું કે આ ચીજોને દેખાડવી મીડિયાના હિતમાં છે, તેનાથી ભાજપને મદદ મળે છે. આથી એ ન વિચારો કે મીડિયામાં તમે જે પણ કઈ જુઓ છે તે સાચુ છે.
તેમણે કહ્યું કે ભારત એ નથી જે મીડિયા દેખાડે છે. મીડિયાને એક વિશેષ કહાની દેખાડવાનું પસંદ છે. તે એક એવી રાજનીતિક કહાનીને પ્રોત્સાહન આપવાનું પસંદ કરે છે જેને ભારતની વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. અત્રે જણાવવાનું કે કોગ્રેસ નેતા અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસ માટે અહીં મંગળવારે પહોંચ્યા. આ દરમિયાન તેઓ અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરશે. ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે રાહુલ ગાંધીની યાત્રાનો હેતુ વાસ્તવિક લોકતંત્રના જોઈન્ટ મૂલ્યો અને દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો છે.

Previous Post

કુસ્તી સંઘના વિવાદમાં બ્રિજભૂષણને કલીનચીટ

Next Post

પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે લેવાયો નિર્ણય

aaspassdaily

aaspassdaily

Related News

પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ
તાજા સમાચાર

યાત્રિકો બે રૂટ મારફત કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે

May 1, 2026
તાજા સમાચાર

હોર્મુઝ ખાડી બંધ હોવા છતાં ભારતે મધ્ય પૂર્વમાંથી નોંધપાત્ર આયાત કરી

May 1, 2026
Next Post
પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે લેવાયો નિર્ણય

પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે લેવાયો નિર્ણય

આગામી સત્રથી સ્કૂલમાં ભણતા બાળકોને ભણાવાશે માર્ગ સલામતીના પાઠ

આગામી સત્રથી સ્કૂલમાં ભણતા બાળકોને ભણાવાશે માર્ગ સલામતીના પાઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.