Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે

વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થાય તેવી આશંકા

aaspassdaily by aaspassdaily
2023-06-16 10:13:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કચ્છમાં જખૌથી ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. ગુજરાત બાદ આજે રાજસ્થાનમાં બિપોરજોય વાવાઝોડું ટકરાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજ સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશી વાવાઝોડું આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધશે તેવી શક્યતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થાય તેવી આશંકા છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
મહત્વનું છે કે, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. તથા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે. આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે.
કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.
વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે. વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

Previous Post

માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી , 22 લોકોને ઈજા

Next Post

બિપરજોય વાવઝોડાની પરિસ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદીઅને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
Next Post
બિપરજોય વાવઝોડાની પરિસ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત

બિપરજોય વાવઝોડાની પરિસ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત

ટીમ ઈન્ડિયા જશે બાંગ્લાદેશ ના પ્રવાસે , ODI અને T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર

ટીમ ઈન્ડિયા જશે બાંગ્લાદેશ ના પ્રવાસે , ODI અને T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.