નવી દિલ્હી
ભારતીયોને મોબાઈલ ઈન્ટરનેટની બરાબરની લત લાગી ગઈ હોય તેમ આવતા પાંચ વર્ષમાં માથાદીઠ સૌથી વધુ ડેટા વપરાશ કરતો દેશ બની જશે. એરીકશન મોબીલીટી રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે 5જીને કારણે ભારતમાં ઈન્ટરનેટ વપરાશનો વિસ્ફોટ થશે અને 2027 માં સૌથી વધુ ઈન્ટરનેટ વપરાશકારોનો દેશ બની જશે. 2022 નાં અંતે ભારતમાં એક કરોડ વપરાશકારો હતા તે 2028 ના અંતે 70 કરોડ પહોંચી જશે ચીન પછી ભારતનું બીજુ સૌથી મોટુ માર્કેટ હશે.ચીનમાં આ સંખ્યા 13 1કરોડની હશે.
ટેલીકોમ કંપનીઓ ઝડપભેર 4જી માંથી 5જીમાં ટ્રાન્સફર થઈ રહી છે. 2022થી 2028 દરમ્યાન વાર્ષિક વધુ ટકાના ધોરણે વૃદ્ધિ થણશે હાલ ગ્રાહક દીઠ 26 જીબીનો વપરાશ છે તે 62 જીબી પર પહોંચશે. અત્યારે 16 ટકા ગ્રાહકો પાસે સ્માર્ટફોન છે તે સંખ્યા 93 ટકાએ પહોંચશે.