2000 Note: 2000ની નોટ બદલવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. તેવી જ રીતે 2000 રૂપિયાથી વધુની નોટો જમા કરાવનારાઓના હૃદયના ધબકારા પણ તેજ થઈ રહ્યા છે. કારણ કે 30 સપ્ટેમ્બર 2023ના રોજ 2000ની નોટ કચરામાંમાં ફેરવાઈ જશે. હવે આવા લોકો વિવિધ યુક્તિઓ કરીને નોટો બદલાવી રહ્યા છે. જેમની પાસે 2000ની નોટો મોટી માત્રામાં જમા છે, તેમને ઈ-કોમર્સ કંપનીએ મોટી રાહત આપી છે. એમેઝોનની સુવિધા મુજબ હવે 2000 રૂપિયાની નોટ ઘરે બેઠા બદલી શકાશે. એમેઝોનના પ્રતિનિધિઓ ઘરે આવશે અને તમારા ઘરેથી નોટ એકત્રિત કરશે.. ચાલો તમને જણાવીએ કે, સુવિધાનો લાભ કેવી રીતે મેળવવો..
આ સુવિધા કરી લોન્ચ
હકીકતમાં, ઈ-કોમર્સ કંપની એમેઝોને કેશ લોડની સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત કોઈપણ યુઝર્સ તેમના એમેઝોન એકાઉન્ટમાં દર મહિને 50,000 રૂપિયા સુધી જમા કરાવી શકે છે. એમેઝોન પ્રતિનિધિ તમારા કોલ એડ્રેસ પરથી 2000 રૂપિયાની નોટો પણ એકત્રિત કરશે. સાથે જ એક કલાક પછી તે બેલેન્સ તમારા એમેઝોન એકાઉન્ટમાં દેખાવાનું શરૂ થશે. જો કે, આ સુવિધા તમામ પ્રકારની નોટો માટે છે. પરંતુ એમેઝોને 2000 રૂપિયાની નોટ સ્વીકારવા માટે એક અલગ સુવિધા પણ આપી છે. જેથી બેંકો પર ભીડ વધુ ન વધે. તેની સાથે સામાન્ય લોકોના રૂપિયા પણ બદલી શકાય છે.
ગમે ત્યાં શોપિંગ માટે રૂપિયાનો થઈ શકશે ઉપયોગ
એમેઝોન એકાઉન્ટમાં પડેલા આ રૂપિયાથી તમે માત્ર એમેઝોન પર જ નહીં પણ કોઈપણ દુકાન પર સ્કેન કોડ દ્વારા પેમેન્ટ કરી શકો છો. એટલું જ નહીં, જો તમે ઇચ્છો તો આ રૂપિયા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર પણ કરી શકો છો. સુવિધાનો લાભ લેવા માટે, તમારે એમેઝોન પર કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરીને કોઈ વસ્તુનો ઓર્ડર આપવો પડશે. ચેક કરો કે ઓર્ડર કેશ લોડ માટે એલિજિબલ છે કે નહીં. તેના પછી તમને સુવિધાનો લાભ લેવા માટે લાયક ગણવામાં આવશે.






