જો તમે પણ દર મહિના વધુ વીજળી બિલને લઈને કેન્દ્ર સરકાર તરફથી એવું પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે જેના બાદ વીજળી બિલ ઘણું ઓછું થઈ જશે. . સરકાર વીજળીના દર નક્કી કરવા માટે ‘Time Of the Day’ નો નિયમ લાગુ થશે.
ઘરમાં ઘરઘંટીથી લઈને એસી અને ફ્રીજનો ઉપયોગ વધી રહ્યો છે. જો તમામ મશીન મોટાભાગે દિવસના સમયે ચલાવે તો ઈલેક્ટ્રિસિટી પર મોટી બચત થઈ શકે છે. કેન્દ્રીય ઊર્જા મંત્રી આર. કે. સિંહનું કહેવું છે કે ટીઓડી વ્યવસ્થાથી દરેક સ્થિતિમાં ગ્રાહકોને જ ફાયદો થશે. આ નવા ટીઓડી નિયમ લાગુ થયા બાદ દિવસમાં અલગ અલગ સમયમાં અલગ અલગ વીજળી દર લાગુ પડશે. જેનાથી દિવસના સમયે વધુ દર હોય તેવા પીક અવર્સમાં વધુ વીજળી વાપરવાથી લોકો દૂર રહેશે. જેમ કે વોશિંગ મશીન ચલાવવું, ઘરઘંટી ચલાવવી અને ઈલેક્ટ્રિક સ્ટવ પર ખાવાનું પકાવવું.
આ નિયમ એપ્રિલ 2024થી 10 કિલોવોટ અને તેનાથી વધુ માગ ધરાવતા વાણિજ્યિક અને ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે લાગુ થશે અને તેના એક વર્ષ બાદ એક એપ્રિલ 2025ના કૃષિ ક્ષેત્રને છોડીને મોટાભાગના વપરાશકર્તાઓ માટે લાગુ થશે. કેન્દ્રીય ઊર્જા મંત્રી આર. કે. સિંહે એક નિવેદનમાં કહ્યું કે, સૌર ઊર્જા સસ્તી છે અને તેના માટે દિવસના સમયે વીજળીના ઉપયોગ માટેનો ટેરિફ પણ સસ્તો રહેશે. જેનાથી વપરાશકર્તાઓને તેનો લાભ મળશે.’
જો કે સ્માર્ટ મીટર ધરાવતા વપરાશકર્તાઓને ટીઓડીની વ્યવસ્થા ત્યારે જ લાગુ થશે જ્યારે તે મુજબનું મીટર લગાવશે. ઊર્જા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, ભારત સરકાર વીજળી (વપરાશકર્તા અધિકાર) નિયમ 2020માં સંશોધન કરીને હાલની વીજળી દર પ્રણાલીમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફાર દિવસના સમયની દર પ્રણાલી અને સ્માર્ટ મીટર સાથે જોડાયેલા નિયમોને વધુ સંગત બનાવવા માટેના હશે.





