અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 અને સની દેઓલની ગદર 2 સાથે રિલીઝ થઈ રહી છે. બન્ને ફિલ્મોના પ્રથમ પાર્ટ હીટ છે ત્યારે હવે આ બન્ને ફિલ્મો સ્વતંત્રતા દિવસ પર આવી રહી છે ત્યારે અત્યારથી જ આ ફિલ્મોના એડવાન્સ બુકિંગ શરુ થઈ ગયા છે. ગદર 2નું એડવાન્સ બુકિંગ OMG 2 કરતાં ઘણું સારું લાગી રહ્યું છે.
બે મોટા સ્ટાર્સની બે મોટી સિક્વલ આવી રહી છે, તેથી માર્કેટમાં હલચલ મચી જશે. બંને ફિલ્મોની રિલીઝને હવે માત્ર 6 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, અક્ષય કુમારની ઓએમજી ગદર 2 સાથે ટકરાશે, અત્યારે OMG 2 ના એડવાન્સ બુકિંગ આંકડાઓ પરથી ખ્યાલ મેળવી શકો છે કે તે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરી શકે છે.
OMG 2નું એડવાન્સ બુકિંગ રિલીઝના ઘણા દિવસો પહેલા શરૂ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર, શુક્રવાર સુધી 11 હજાર 367 ટિકિટ વેચાઈ છે, એટલે કે ફિલ્મે રિલીઝ પહેલા લગભગ 38 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. આમાંથી મોટાભાગની ટિકિટો દિલ્હી એનસીઆરમાં વેચાઈ હતી. તેનો સૌથી વધુ ફાયદો NCR, મુંબઈ અને પુણે જેવા શહેરોને થયો છે.
રીપોર્ટ અનુસાર સની દેઓલની ફિલ્મની એડવાન્સ બુકિંગમાં 90,000 ટિકિટો વેચાઈ છે જ્યારે OMG 2 લગભગ 40 ટકાની ધીમી ગતિએ આગળ વધી રહી છે. બજારની વર્તમાન સ્થિતિને જોતા સ્પષ્ટ થાય છે કે દર્શકો અનિલ શર્માની ગદર 2માં વધુ રસ દાખવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે રિલીઝ બાદ બજારની સ્થિતિ કેવી રીતે બદલાય છે.