Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ ડબલ

વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

aaspassdaily by aaspassdaily
2023-09-27 10:49:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની મેચ શરૂ થવાની છે અને એમાં 14 ઓક્ટોબરે ક્રિકેટનું મહાયુદ્ધ, એટલે કે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે. એવું જ વાતાવરણ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી કોઇપણ મેચ વખતે હોય છે અને એમાં પણ જ્યારે ક્રિકેટના મહાકુંભમાં પ્રખર પ્રતિસ્પર્ધી એવા ભારત-પાકિસ્તાન ટકરાય ત્યારે તો માહોલ કંઇક ઓર જામે છે ત્યારે અમદાવાદમાં રમાનારી આ હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચની હાલની સ્થિતિની વાત કરીએ તો ડબલ ભાવ આપવા છતાં પણ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ મળતી નથી.
આગામી ઓક્ટોબર મહિનામાં વર્લ્ડકપ યોજાવાનો છે. વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે, જેને લઇને દર્શકોમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે અને ટિકિટ લેવા પડાપડી થઇ રહી છે. આ મેચ જોવા માટે દર્શકો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. અત્યારસુધી અલગ-અલગ ઓનલાઇન સ્લોટ દ્વારા ટિકિટનું વેચાણ થતું હતું, પરંતુ જેવો ટિકિટનો સ્લોટ ખુલે અને તરત જ બુકિંગ ફુલ થઇ જાય છે, જેના કારણે દર્શકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ બધા વચ્ચે હજુ પણ આશાવાદી દર્શકો આગામી દિવસોમાં ફરીથી ટિકિટના સ્લોટ ખોલવામાં આવે એની રાહ જોઇ રહ્યા છે.
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની શરૂઆતની કિંમત જ 2 હજાર રૂપિયાની છે, જે ટિકિટ વેચવા મૂકતાં તરત જ વેચાઈ જાય છે. અત્યારે પણ ઓનલાઇન ટિકિટનો ભાવ 10 હજાર રાખવામાં આવ્યો છે, જેનું વેચાણ શરૂ થયું નથી. તો પેવેલિયનની ટિકિટ 75 હજાર રૂપિયા સુધી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે તમામ દર્શકો કોઇપણ ભોગે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક કરાવવા પ્રયાસ કરી રહ્યા છે.
અગાઉ ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટનું વેચાણ શરૂ થયું હતું. આ મેચની ટિકિટ બુક કરવા ક્રિકેટરસિયાઓ પોતાના લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટમાં એપ્લિકેશન ખોલીને બેસી ગયા હતા, પણ જેવા 8 વાગ્યા, સ્લોટ ખૂલ્યો અને એક નોટિફિકેશન આવ્યું કે ‘તમે લાઇનમાં છો, પેજ છોડતા નહીં’. 2 કલાકની રાહ જોયા બાદ આખરે ટિકિટ સોલ્ડ આઉટ એવું નોટિફિકેશન આવ્યું અને ક્રિકેટરસિકો નિરાશ થઇ ગયા.

Previous Post

ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી અમદાવાદ

Next Post

સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 2 કલાકમાં 70ને બચકાં ભર્યા

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 2 કલાકમાં 70ને બચકાં ભર્યા

સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 2 કલાકમાં 70ને બચકાં ભર્યા

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા સમારોહ

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા સમારોહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.