સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પોલીસ બાતમીના આધારે ગેરકાયદેસર હથિયાર તથા એકસપ્લોઝીવ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર એકસપ્લોઝીવ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો પર ગાળિયો કસ્યો છે. એસ.ઓ.જી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન તૈયાર કરી સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર રીતે એકસપ્લોઝીવ રાખતા તેમજ વેચાણ કરતા વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવા અભિયાન હાથ ધર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ દરમ્યાન એસ.ઓ.જી. ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે ધ્રાગધ્રા હળવદ રોડ વાદીપરા વિસ્તાર શીવ શકિત ટાયર્સની બાજુની ગલીમા દરોડા પાડ્યા હતા. જ્યાં રઘુવીરસિંહ પ્રવિણસિંહ ઝાલાની ગોડાઉનમાં ધ્રાગધ્રા ખાતે ગેર કાયદેસર પાસ પરમીટ વગર તેમજ ગોડાઉનમા રાખવાની મંજુરી લીધા વગર તેમજ RE-13 જનરેટ કર્યા વગર એક્સ્પ્લોઝીવનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી રઘુવિરસિંહ પ્રવિણસિંહ ઝાલાના કબ્જાના રૂમમાં ગેર કાયદેસર પાસ પરમીટ વગર તેમજ ગોડાઉનમા રાખવાની મંજુરી લીધા વગર તેમજ RE-13 જનરેટ કર્યા વગર એક્સ્પ્લોઝીવનો જથ્થો જીલેટીન સ્ટીક(ટૉટા) નંગ ૯૬ કિંમત રૂપીયા ૪૫,૩૦૦/- જેનુ વજન આશરે ૧૧૩ કીલો તથા ડિટોનેટર વાયર ૧૫૧૫ મીટર કી.રૂપીયા ૩૦,૩૦૦/-મળી કુલ્લે મુદ્દામાલ રૂપીયા ૭૫,૬૦૦/- નો એક્સ્પ્લોઝીવનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
આ મુદામાલ આરોપી અમીતસિંહ રાણા રહે.વાકાનેર તથા અભીજીતભાઇ ભરતભાઇ જોષી 9રહે.વાકાનેર) મોકલી તથા પીક અપ ગાડી નંબર GJ-36-1-1212 ના ચાલકે આ એક્સ્પ્લોઝીવનો જથ્થો પહોંયાડી ગુનો કરવામા એકબીજાની મદદગારી કરી હોય તેમજ આ મુદામાલ જોખમ રૂપ હોવાનુ જાણવા છતા સેફટી માટેના સાધનો ન રાખી આ કામના આરોપીઓએ એક્ષપ્લોઝીવ એકટ કલમ ૯-બી,(૧)(બી),૧૨ તથા આઈ.પી.સી કલમ ૨૮૬,૧૧૪ મુજબનો મુદામાલ પોલીસને મળી આવ્યો છે. જે ઇસમો વિરૂધ્ધમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં એકસપ્લોઝીવ એક્ટ મુજબ ગુન્હો નોધાવવામાં આવેલ છે.