જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના વતની શ્રમિક પરિવારના બે મોટા ભાઈ બહેનોએ નાની બહેનને અંધશ્રદ્ધામાં છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. દાહોદના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા ખેડૂત બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયાની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા રાકેશ છગનભાઈ તડવી તેની બહેન સવિતાબેન છગનભાઈ તડવીએ પોતાની નાની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી છે.
રાકેશે અને સવિતાએ નાની બહેન શારદાબેન ઉમર વર્ષ (15) ને પોતાની ઓરડીમાં માતાજીના પાઠ રાખ્યા હતા, અને ઓરડીમાં નિર્વસ્ત્ર કરી સુવડાવી દઈ મોટા ભાઈ બહેનોએ લાકડી અને છરી ના ઘા મારીને હત્યા નીપજાવી હતી ત્યારબાદ બંને ભાઈ બહેન ધુણવા લાગ્યા હતા. પોલીસને જાણ થતા PSI પી.જી.પનારા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી અચી હતી અને શું છે સમગ્ર ઘટના તેનો તાગ મેળવ્યો હતો. આ કેસમાં રાકેશ અને બહેન સવિતાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અને મૃતદેહન પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, હત્યા માટે ઉપયોગમાં લેવામાં આવેલી લાકડી અને છરી સહિતના હથિયારો પણ પોલીસે કબ્જે કર્યા છે. પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંધશ્રદ્ધાના કારણે મોટા ભાઈ બહેનોએ પોતાની સગી નાની બહેનને વિધિના બહાને હત્યા કરી નાખી હતી. પોતે એવી શંકા વ્યક્ત કરી હતી, કે પોતાની નાની બહેન કે જે મોટા ભાઈ બહેન ને પતાવી નાખી છે, તેવા ડરના કારણે બંનેએ નાની બહેનનું કાઢી નાખ્યા પછી માતાજીને પ્રસન્ન કરવા માટે ધૂણતા હતા. સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે. જ્યારે તેની હત્યા નીપજાવનાર તેના મોટા ભાઈ બહેન સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. અને મોટાભાઈની અટકાયત કરી લીધી છે, જ્યારે આરોપી બહેન સગીર વયની હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.