Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઔરંગાબાદમાંથી ઝડપ્યો 500 કરોડનો ડ્રગ્સનો મુદ્દામાલ

ડ્રગ્સ બનાવીને અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 11:21:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડી. આર. આઈએ મહારાષ્ટ્રમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઔરંગાબાદની ફેક્ટરીમાં કોકેઇન કેટામાઇન અને એમડી ડ્રગ્સ બની રહ્યું હતું. રો-મટિરિયલ તેમજ ડ્રગ્સ મળીને કુલ 500 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીની અંદર ડ્રગ્સ બનાવીને અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર હાલ આ સમગ્ર તપાસ સાથે જોડાયેલા છે. બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ પણ એક્ટિવ થઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને માહિતી મળી હતી કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ફેક્ટરીની અંદર કોકેઇન કેટામાઇન અને એમ. ડી. ડ્રગ્સનો મોટો જથ્થો પડ્યો છે. આ સમગ્ર બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી આ સમગ્ર બાબતનું સર્વેલન્સ કરી રહ્યા હતા. તેમાં ઔરંગાબાદની એક ફેક્ટરીની કડી મળી હતી. જ્યાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ ડી. આર. આઈની મદદ લઈને ઔરંગાબાદમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું.
ઔરંગાબાદની ફેક્ટરીમાં 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડનું રો-મટિરિયલ મળીને કુલ 500 કરોડનો ડ્રગનો જથ્થો મળી આવ્યો છે. આટલા મોટો ઓપરેશન બાદ દેશની ટોચની એજન્સીઓ પણ ચોંકી ઊઠી છે. હાલ આ સમગ્ર ઓપરેશન પૂર્ણ થયું છે અને આ સમગ્ર વિગતની કડીઓ જોડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં કોઈ રાજ્યની પોલીસે સૌથી મોટું ઓપરેશન કર્યું હોય તેવું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાં તેમને સફળતા મળી છે.

Tags: 500 crore drugsahmedabad crime branchaurangabadMaharashtra
Previous Post

FDCAએ ચાર શહેરોમાં દરોડા પાડી 17.5 લાખની નકલી એન્ટિબાયોટિક્સ દવા જપ્ત કરી

Next Post

બેચરાજીના ધાર્મિક અને આર્થિક વિકાસ માટે એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી રચના

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બેચરાજીના ધાર્મિક અને આર્થિક વિકાસ માટે એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી રચના

બેચરાજીના ધાર્મિક અને આર્થિક વિકાસ માટે એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી રચના

2 ચક્રવાતી વાવાઝોડાનો ખતરો

2 ચક્રવાતી વાવાઝોડાનો ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.