Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

દશેરાની રેલીમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના એકબીજા પર પ્રહાર

dharmendravaghela by dharmendravaghela
2023-10-25 11:29:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં મંગળવારનો દિવસ શક્તિ પ્રદર્શન અને આરોપ-પ્રત્યારોપનો દિવસ રહ્યો હતો. દશેરાના દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. લોકસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા બન્ને નેતાઓએ એક બીજા પર પ્રહાર કર્યા હતા. એકનાથ શિંદેએ પોતાના ભાષણની શરૂઆત દશેરાની શુભકામનાઓ સાથે કરી હતી પરંતુ તે પછી તેમણે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા. શિંદેએ કહ્યું કે મેદાન પર શિવસેનાની ભગવા લહેર જોવા મળી રહી છે. મીડિયાને અપીલ કરતા તેમણે જણાવ્યુ કે શિવસેના ક્યા છે. આઝાદ શિવસેનાનું આઝાદ સમ્મેલન આઝાદ મેદાન પર થઇ રહ્યું છે. જ્યાં બાલા સાહેબના વિચાર છે તે અમારા માટે શિવ તીર્થ છે.
શિંદેએ કહ્યું, “અસલી ગદ્દાર કોણ? જેને બાલા સાહેબના વિચાર સાથે ગદ્દારી કરી, જેને હિન્દુત્વ સાથે ગદ્દારી કરી અને ખુરશી માટે મતદારો સાથે બેઇમાની કરી. શિવાજી મહારાજને ભૂલી ગયા, શિવાજીના વાઘનખ પર શંકા કરી.” ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા શિંદેએ કહ્યું કે તેમને શિવાજીના આદર્શ છોડ્યા, અફઝલ ખાનને આદર્શ લઇ લીધા છે. એકનાથ શિંદેએ કહ્યું, “ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવુ હતું પરંતુ બતાવવું નહતું, તેમના ચહેરા પર મત જાઓ, અંત સુધી જાહેર નહી થવા દે કે સીતાનું હરણ કરવા માટે રાવણે સાધુનો વેશ લીધો હતો, મુખ્યમંત્રી બનવા માટે ઉદ્ધવ ઠાકરેએ સંધિ સાધી રાખી હતી.”
બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં શિંદે સરકાર પર પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “જલિયાંવાલા બાગની જેમ અંતરવાલી સરાટી ગામમાં મરાઠાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એકનાથ શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર છે.” ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 2024ની ચૂંટણીમાં એક પાર્ટીની સરકાર ના લાવો, ગઠબંધન સરકાર જ મજબૂત સરકાર હોય છે. પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ આપણી સામે ઉદાહરણ છે. સાથે જ તેમણે કહ્યું કે આજે જે લોકો આપણા નેતાઓને તકલીફ આપી રહ્યાં છે, તે કાન ખોલીને સાંભળી લે કે અમારી સરકાર આવ્યા પછી કોઇને છોડવામાં નહીં આવે.

Advertisement
Tags: dashera reliMaharashtraMumbaishindeudhdhav thakre
Previous Post

જી.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

Next Post

ઇઝરાયેલે 24 કલાકમાં ગાઝા પર 400 બોમ્બ ફેક્યા :

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ઇઝરાયેલે 24 કલાકમાં ગાઝા પર 400 બોમ્બ ફેક્યા :

ઇઝરાયેલે 24 કલાકમાં ગાઝા પર 400 બોમ્બ ફેક્યા :

વાપી : 6 વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા – દુષ્કર્મની આશંકા

વાપી : 6 વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા – દુષ્કર્મની આશંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.