દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે અને કહ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેમણે પોતાનો જીવ ગુમાવવો પડશે. સૂત્રોએ જણાવ્યું કે 27 ઓક્ટોબરે એક અજાણ્યા વ્યક્તિએ મુકેશ અંબાણીના ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.
ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું હતું- “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે” આ ઈમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.