Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ બાબર આઝમે ગૂમાવ્યો પિત્તો! પોતાના જ ખેલાડીને કહ્યું- ‘બીજું કંઈ નથી આવતું શું…!’

aaspassdaily by aaspassdaily
2023-10-28 17:30:12
in અન્ય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
ચેન્નાઈમાં ODI વર્લ્ડ કપ-2023ની રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું. આ હાર સાથે પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું અધૂરું થઈ ગયું છે. આ મેચ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પોતાના સાથી ખેલાડી પર ગુસ્સે થતા જોવા મળ્યો હતો.

55 રન ઉમેર્યા બાદ 5 વિકેટ ગુમાવી

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 271 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે મજબૂત દેખાઈ રહી હતી પરંતુ તેણે 55 રન ઉમેર્યા બાદ પોતાની છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, સદનસીબે કેશવ મહારાજે વિનિંગ ફોર ફટકારી, નહીંતર પાકિસ્તાન જીત તરફ હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ 46.4 ઓવરમાં 270 રન સુધી મર્યાદિત રહી હતી પરંતુ, દક્ષિણ આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ખેલાડી પર ગુસ્સે થયો બાબર

આ મેચમાં સાઉથ આફ્રિકાની ઈનિંગનો છેલ્લો રન મોહમ્મદ નવાઝના બોલ પર આવ્યો, જેના કારણે બાબર આઝમ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. પાકિસ્તાને છેલ્લી વિકેટની લડાઈમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ચેન્નાઈમાં તેઓ ઐતિહાસિક જીત હાંસલ કરી શક્યા ન હતા. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમ (50) અને સઈદ શકીલે (52) અડધી સદી ફટકારી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે એડન માર્કરામ (91)એ જોરદાર ઇનિંગ રમી હતી. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ તેના બોલર મોહમ્મદ નવાઝને સાદો બોલ ફેંકવા બદલ બૂમો પાડતો જોવા મળ્યો હતો.

‘બીજું કંઈ નથી આવતું શું…’

બાબરની બોડી લેંગ્વેજને જોતાં, એવું લાગતું હતું કે તે ઓવરની શરૂઆતથી જ લાઇનમાં ભૂલ કરવા બદલ નવાઝ પર બૂમો પાડી રહ્યો હતો, જે મેચની નિર્ણાયક ક્ષણ હતી. સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ્સ જોયા બાદ અને વીડિયોને ધ્યાનથી જોયા અને સાંભળ્યા બાદ અંદાજ લગાવી શકાય છે કે પાકિસ્તાની કેપ્ટને બૂમ પાડી- બીજું કંઈ નથી આવતું શું, માત્ર એક જ બોલ નાંખે છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાને નેધરલેન્ડને હરાવીને જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરી હતી. ત્યારબાદ શ્રીલંકાને હરાવ્યું. ભારતે તેને અમદાવાદમાં 1.25 લાખ દર્શકોની હાજરીમાં હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને હવે દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Previous Post

પાકિસ્તાનને સપોર્ટ કરવા પર ટ્રોલ થયો ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, ટ્વિટ કરી કહી આ વાત!

Next Post

વિક્રાંત મેસીની ફિલ્મ ’12th Fail’ દર્શકોને આવી પસંદ! બીજા દિવસે કર્યું આટલું કલેક્શન

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

વિક્રાંત મેસીની ફિલ્મ '12th Fail' દર્શકોને આવી પસંદ! બીજા દિવસે કર્યું આટલું કલેક્શન

AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

'સિંઘમ અગેન'માં અજય દેવગનની થશે ધમાકેદાર એન્ટ્રી? રોહિત શેટ્ટીએ શેર કર્યો હવામાં ઉડતા વાહનોનો ફોટો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.