વિક્રાંત મેસીની 12th Fail ફિલ્મ ક્રિટિક્સની સાથે સાથે દર્શકોને પણ ઘણી પસંદ આવી છે. દરેક લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને એક ઓવરઓલ પેકેજ ગણાવવામાં આવી રહી છે. તે તમને લાગણીશીલ પણ બનાવે છે. આ કારણથી તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
બીજા દિવસે શાનદાર કલેક્શન
વિક્રાંત મેસીની 12th Fail ફિલ્મની કમાણી બીજા દિવસે વધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મે બીજા દિવસે 1.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે 12thfail એ પહેલા દિવસે 1.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, ત્યારબાદ કુલ કલેક્શન 2.75 કરોડ થઈ ગયું છે. આ કલેક્શન રવિવારે વધુ વધશે. 12th Fail ભારતમાં માત્ર 600 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. તેના ખૂબ જ મર્યાદિત શો છે છતાં તેણે કંગનાની ફિલ્મને પાછળ છોડી દીધી છે.
કંગનાની ફિલ્મ તેજસનું કલેક્શન
12th Failની સાથે કંગના રનૌતની તેજસ પણ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પરંતુ કમાણીના મામલામાં 12th Fail એ તેજસને પાછળ છોડી દીધી છે. તેજસે બીજા દિવસે 1.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે 12th Fail એ 1.75 કરોડનો બિઝનેસ કર્યો છે.