મોઢાના ચાંદા પડવા
અહેવાલ મુજબ, વધુ માત્રામાં લવિંગ ખાવાથી મોઢામાં ચાંદા પડવાની શક્યતાઓ બને છે. આવી સ્થિતિમાં તેમને મોઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
મગજ પર અસર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લવિંગમાં હાજર યુજેનોલનું સેવન મર્યાદાથી વધુ કરવાથી માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવવાની સમસ્યા સર્જાઈ શકે છે. જો તમને પહેલાથી જ આ પ્રકારની સમસ્યાઓ છે તો તમારે વધુ માત્રામાં લવિંગ ખાવું વધુ ખતરનાક બની શકે છે.
પાચનની સમસ્યા
જે લોકો લવિંગનું સેવન વધુ માત્રામાં કરે છે તેઓ પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડાઈ શકે છે, જેમાં કબજિયાત, અપચો, ઝાડા, પેટમાં દુખાવો અને ઉલટીનો સમાવેશ થાય છે. તેથી લવિંગનું સેવન નિયંત્રિત અને મર્યાદામાં કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પૃષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)