બનાસકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકને કારણે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. અરણીવાડામાં 38 વર્ષીય યુવક ડાહ્યાભાઇ નાયીને છાતીમાં દુખાવો છતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ ડાહ્યાભાઇ નાયીનું મોત થયું હતું. હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતા મોભીનું અચાનક મોત થતા ત્રણ બાળકો નોધારા બન્યા છે.
હાર્ટ એટેકને કારણે બનાસકાંઠા જિલ્લામાં આઠ લોકોના મોત થયા છે.પાલનપુરના આકેસણ ગામની 20 વર્ષીય યુવતી ભૂમિકા મોર ખેતરમાં કામ કરતી હતી. ઘાસચારો વાઢતી હતી તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તે પછી તે નીચે ઢળી પડી હતી. યુવતીને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. આ પહેલા બનાસકાંઠા જિલ્લામાં નાની વયે હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ડીસામાં એક વ્યક્તિનું ચાલુ નોકરી દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાલનપુરના પૂર્વ મામલતદારનું પણ હાર્ટ એટેક આવતા નિધન થયું હતું.


