કોરોનાકાળનો ખૂબ જ કપરો અને ભયાનક અનુભવ કરી ચૂકેલા વિશ્વને હવે ચીનમાં ખાસ કરીને બાળકોમાં રહસ્યમય રીતે ફેલાઈ રહેલા વ્હાઈટ લંગ સિન્ડ્રોમ- ભેદી ન્યુમોનિયાથી જબરો ડર છે અને અમેરિકામાં પણ આ ભેદી રોગે ટકોરા માર્યા હોવાના અહેવાલ બાદ અમેરિકી સાંસદોએ ચીન પર યાત્રા પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.
આ રહસ્યમય ન્યુમોનિયા જે ચીનમાં વ્યાપક રીતે બાળકોને અસર કરી રહ્યા છે. તે ઉપરાંત તે હવે ડેનમાર્ક અને અમેરિકામાં પણ દેખાયો છે. નેધરલેન્ડમાં પણ તેના કેસ નોંધાતા યુરોપમાં પણ ગભરાટ છે. આ રોગથી ફેફસાને નુકશાન થતું હોવાથી તેને વ્હાઈટ-લંગ સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે અને તેની સામે અનેક પ્રકારની એન્ટીબાયોટીક પણ કોઈ અસર કરતી નથી. આ રોગ કફ કે નાક છીંકવાથી કે શ્વાસ વાટે પણ ફેલાય છે.
ચીનમાં આ રોગ અંગે અગાઉ કોરોનામાં જે માહિતી દબાવી રખાઈ હતી તે જ રીતે હવે આ અંગે બહું મોડુ જાહેર કરવામાં આવે છે અને ચીન બાદ હવે તે અમેરિકાના ઓહિયામાં પણ બાળકોને હોસ્પીટલમાં સારવારની જરૂર પડી હતી. જો કે આ વાયરસ નથી પણ બેકટેરીયા છે અને તે અગાઉથી જ અસ્તિત્વ ધરાવતો હતો. પણ વ્હાઈટ લંગ સિન્ડ્રોમ જે ન્યુમોનિયાનો સૌથી ખરાબ પ્રકાર છે તે ફેફસાને સાવ સફેદ કરી દે છે. આ રોગ કઈ રીતે થાય છે તેનું કારણ હજું જાણી શકાયું નથી પણ તેને હાલ બેકટેરીયલ, વાયરસ અને પર્યાવરણ સંબંધી ફેકટરની અસર થઈ શકે છે.
અમેરિકામાં પાંચ સાંસદોએ પ્રમુખ જો બાઈડનને એક પત્ર લખીને ચીન સાથે પ્રવાસ પ્રતિબંધ લાદવા માંગ કરી છે તો બીજી તરફ વિશ્ર્વ વ્યાપાર સંગઠને પણ ચીનને આ બિમારીની વધુને વધુ માહિતી વિશ્ર્વને આપવા અપીલ કરી છે. જેથી કોરોનાની જેમ ઉંઘતા ઝડપાઈ જવાય નહી તો ચીનના પાડોશી ટાપુ રાષ્ટ્ર તાઈવાને તો ચીની યાત્રા કરવા પર એડવાઈઝરી જાહેર કરી બહું જરૂરી હોય તો જ ચીનની યાત્રા કરવા અને કોવિડ વેકસીન લઈને જવા તેના નાગરિકને જણાવ્યું છે.